તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ઉમરગામમાં લાયસન્સ વિનાના સિક્યુરિટી એજન્સીનો રાફડો

ઉમરગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાર્ડના ડોક્યુમેન્ટ ન રાખી નોકરીએ રખાતા ગુનો નોંધાયો

ઉમરગામ વિસ્તારમાં વધતાં ઉધ્યોગો સાથે લાયસન્સ વિનાના સિક્યુરિટી એજન્સીનો પણ રાફડો ફાટી રહિયો છે અનેક બોગ્ગસ સિક્યુરિટી એજન્સી ભૂતકાળમાં પોલીસના હાથે લાગી છે ત્યારે વલસાડ એસ.ઓ.જી પોલીસ (કેમ્પ વાપી) નો સ્ટાફ ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને ખાનગી સિક્યુરિટી ચલાવતા ધારકોના લાયસન્સની તપાસણીનું કામ કરી રહ્યા હતા દરમિયાન મળેલી બાતમીના આધારે ઉમરગામ જીઆઈડીસી ખાતે આવેલ ગુજરાત કેન વર્કસ નામક કંપનીના ગેટ ઉપર ગાર્ડ તરીકે કામ કરી રહેલા ગાર્ડને સિક્યુરિટી એજન્સીના સંચાલક માલિક વિશ પૂછતાછ કરી તપાસ હાથ ધરી હતી જેમાં સિક્યુરિટી ચલાવવાનું સત્તાધીશો પાસેથી લાયસન્સ ન મેળવી વગર લાયસન્સ્સે સિક્યુરિટી શરૂ કરી

ગાર્ડની ભરતી કરી કંપનીમાં ગાર્ડને સુરક્ષા માટે ફાળવી ગાર્ડનો બાયોડેટા ન મેળવી ચારિત્ર ગુનાહિત ઈતિહાસનુ વેરિફિકેશન નહીં કરાવી ગુનો કરેલાનું જણાતા પોલીસે આ બનાવ અંગેે સિક્યુરિટી એજન્સીના સંચાલક માલિક સુપરવાઇઝર તહોમતદાર સુનિલ મિશ્રા રહે ઉમરગામ ગાંધીવાડી સાકેતનગર, દુબે અને કમલેશ નામના ઈસમો વિરુદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ અનેક એજેન્સી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આમ છતાં પણ એજેન્સી દ્વારા કોઇ પણ જાતની ખરાઇ કર્યા વિના ગાર્ડની ભરતી કરતા હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો