તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લાંચ:કવાંટમાં ખેતીવાડીના અધિકારીઓની બદલી થઈ હોવા છતાં ખાતરની દુકાનમાં જોવા મળ્યા

કવાંટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગેશ અમીનની દાહોદ અને પ્રકાશ પટેલની ભાવનગર ખાતે બદલી થઈ છે
  • યોગેશ અમીન બદલીના 1 અઠવાડિયા બાદ દોઢ લાખની લાંચ લેતા પકડાયા હતા

છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા યોગેશભાઈ અમીન અને પ્રકાશભાઈ પટેલની ગત મહિને બદલી થવા પામી છે. જેમાં યોગેશભાઈ અમીનની દાહોદ ખાતે બદલી થઈ હતી અને પ્રકાશભાઈ પટેલની ભાવનગર ખાતે બદલી થયેલી છે. જેમાં યોગેશભાઈ અમીનની બદલી થઇ હોવા છતાં બદલીના એક અઠવાડિયા બાદ દોઢ લાખની લાંચ લેતા નસવાડી ખાતે પકડાયા હતા. જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો પ્રકાશભાઈ પટેલ કે જેઓ મદદનીશ ખેતી નિયામક (ક્વોલિટી)માં હતા તેમની બદલી ભાવનગર ખાતે થયેલી છે. તેઓ ગતરોજ કવાંટ નગરમાં આવેલ મોટાભાગની બિયારણની દુકાનમાં ફરતા જોવા મળ્યા હતા. આ ફરતા જોઈ જાગૃત નાગરિકોમાં વિવિધ ચર્ચાઓ સાંભળવા મળી હતી કે યોગેશભાઈ અમીનની બદલી બાદ પણ પોતાનો વ્યવહાર લેવા આવ્યા હતા. તેવી રીતે ભાવનગર બદલી થયેલ અધિકારી કવાંટની દુકાનોમાં કેમ ફરતા હશે ? તેઓ પણ પોતાનો કોઈ વ્યવહાર લેવા માટે તો નથી આવ્યા ને કે પછી કોઈ બિયારણની કંપનીનું માર્કેટિંગ કરવા માટે આવ્યા છે. આવી વિવિધ ચર્ચાઓ નગરમાં અને તાલુકામાં સાંભળવા મળી હતી. જ્યારે કવાંટના એક વેપારીને પૂછતાં કહ્યું કે તેઓની પત્ની શેતલબેનના નામે એક મકાઈના બિયારણની કંપની ચલાવે છે તેથી કદાચ શિયાળુ પાકની મકાઈના બિયારણનું માર્કેટિંગ કરવા આવ્યા હશે અને તે કંપનીના પોસ્ટરો અને બેનરો કવાંટ નગરની દુકાનોમાં ભરચક લાગેલા જોવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો