તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર નિદ્રાંધિન:માર્ગનું પાણી તળાવમાં વાળવા પાઈપ નાખી ભુજના હૃદયની દશા બગાડી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી સંભળાતી બ્યૂટિફિકેશન વાતો વચ્ચે જાળવણીનો પણ અભાવ
  • ભુજ પાલિકાએ રામધૂન પાસે હમીરસરનું કામ અધૂરૂં મૂક્યું

ભુજના હ્રદય સમાન હમીરસર તળાવની સામે રામધૂન પાસેના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે. જેના ઉકેલ રૂપે રોડ નીચેથી પાઈપલાઈન મારફતે માર્ગનું પાણી તળાવમાં ઠાલવવાની કામગીરી કરાઈ હતી. પરંતુ, તળાવના દરવાજા પાસે કામ અધૂરૂં મૂકી દેવાયું છે, જેથી તળાવની દશા બગડી ગઈ છે.ભુજ નગરપાલિકાએ હમીરસર તળાવને અમદાવાદના કાંકરિયા તળાવ જેવું સુંદર અને આકર્ષક બનાવવા વર્ષોથી સંભળાતી બ્યૂટિફિકેશનની કામગીરી શરૂ કરી હતી. પરંતુ, તળાવ અંદર ઝરૂખા ખેંચવા મુદ્દે કોર્ટ મેટર બની હતી. જે બાદ સમગ્ર પ્લાન જ પડતું મૂકી દેવાયું છે. પરંતુ, દાદાદાદી પાર્ક અને હમીરસર તળાવના દરવાજા વચ્ચે રોડ નીચેની તરફ ગોલાઈમાં છે, જેથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહે છે. જેના ઉકેલ રૂપે રોડ ખોદી છેક હમીરસર તળાવના દરવાજા સુધી પાઇપ લાઇન પાથરવામાં આવી છે. જોકે, દરવાજા સુધી પાઈપ લાઈન ખેંચ્યા બાદ કામ અધૂરૂં મૂકી દેવાયું છે, જેથી તળાવની દશા જ બગડી ગઈ છે. જે જોઈ હમીરસર પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો