મુલાકાત / ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા ટેન્શન વચ્ચે પુતીન સીરિયાની મુલાકાતે પહોંચ્યા

પુતીન અને અસદે દમાસ્કસમાં એક ચર્ચની મુલાકાત લીધી હતી

  • સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અશદને રશિયાએ સિવિલ વોરમાં મદદ કરી હતી
  • ઈરાન અને રશિયાની ફોર્સે સાથે મળીને સીરિયામાં વિદ્રોહીઓ પાસેથી ભૂવિસ્તાર મેળવવામાં ભૂમિકા નિભાવી હતી
  • સીરિયા બાદ તુર્કીના રાષ્ટ્રપતિ સાથે પુતીન મુલાકાત કરે તેવી સંભાવના છે

Divyabhaskar.com

Jan 08, 2020, 05:38 PM IST

બેરૂત/મોસ્કો:ઇન્ટરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન સીરિયા પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ સાથે મુલાકાત કરી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે આ મુલાકાતને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. ઈરાન એ સીરિયાનું મિલિટરી સહયોગી છે અને રશિયાના સૈનિકો અત્યારે સીરિયામાં છે. ઈરાને અમેરિકાને ચેતવણી આપીને મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છે.

મંગળવારે પુતીન અને અસદ વચ્ચે મુલાકાત થઇ હતી. પુતીનની સીરિયાની આ બીજી મુલાકાત છે. આ પહેલા 2017માં પુતીને સીરિયાની મુલાકાત કરી હતી. સીરિયામાં સિવિલ વોર બાદ રશિયા અને ઈરાને અસદની મદદ કરીને વિરોધીઓએ કબ્જે કરેલો ભૂવિસ્તાર પાછો અપાવવામાં મદદ કરી હતી. આ સિવિલ વોર નવ વર્ષ પહેલા થયું હતું. સીરિયાની સ્ટેટ ન્યૂઝ એજન્સી સાનાએ પુતીન અને અસદનો એક ફોટો જાહેર કર્યો હતો જેમાં બન્ને નેતાઓ મળી રહ્યા છે અને સીરિયામાં રશિયન ફોર્સના હેડ દ્વારા એક મિલિટરી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

પુતીન અને અસદે ઇદલિબ વિસ્તારમાંથી આતંકવાદની નાબૂદી માટેના પ્લાન અંગેની પણ ચર્ચા કરી હતી. આ વિસ્તાર અત્યારે અસદ વિરોધી જૂથના કબ્જા હેઠળ છે. પુતીને સીરિયામાં મોજૂદ રશિયન ફોર્સના જવાનોને શુભેચ્છા પાઠવી હતી. બન્ને નેતાઓએ અહીં દમાસ્કસમાં 8મી સદીની મસ્જિદ અને પૌરાણિક ચર્ચની મુલાકાત લીધી હતી. બુધવારે પુતની તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડાગોન સાથે વાત કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તુર્કીએ ઉત્તર સીરિયાના વિસ્તારમાં તેની સેના મોકલીને કુર્દીશ ફોર્સ પર હુમલો કર્યો હતો. તુર્કીને અમેરિકાનું સમર્થન છે.

પુતીને અસદને કહ્યું કે મોટાભાગનો સીરિયાનો વિસ્તાર પરત થયો છે જ્યારે અસદે સીરિયામાં શાંતિ માટે પુતીનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી ઇન્ટરફેક્સ દ્વારા આપવામાં આવી હતી. અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના ટોપ કમાન્ડર સુલેમાનીએ ઈરાનની ફોર્સને સીરિયામાં મદદ માટે મોનિટરીંગ કરી હતી અને રશિયા સાથે કોર્ડીનેશન પણ કર્યું હતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી