ગિફ્ટ / પંજાબી સિંગર એમી વિર્કે માતા-પિતાને રેન્જ રોવર કાર ગિફ્ટમાં આપી

Punjabi singer Ammy Virk gave the parents a range Rover Car Gift

divyabhaskar.com

May 08, 2019, 07:06 PM IST

મુંબઈઃ બોલિવૂડમાં હાલમાં કાર ખરીદવાની મૌસમ ચાલી રહી છે. પહેલાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન પછી કેટરિના કૈફે કાર ખરીદી હતી. હવે, પંજાબી એક્ટર એમી વિર્કે બ્લેક રંગની રેન્જ રોવર કાર ખરીદી છે. એમીએ આ લક્ઝૂરિયસ કાર માતા-પિતાને ગિફ્ટમાં આપી છે અને તેને આટલો લાયક બનાવવા માટે એમીએ ચાહકોનો આભાર માન્યો હતો.

ઈન્સ્ટાગ્રામમાં તસવીર શૅર કરી
એમીએ નવી કારની તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી છે. તસવીરમાં કારની સાથે તેના પેરેન્ટ્સ જોવા મળે છે. ફોટો શૅર કરીને એમીએ કેપ્શન આપ્યું છે, 'આ દિવસ મારા ભગવાન તથા પેરેન્ટ્સની દુઆઓને કારણે તથા મારી અથાગ મહેનતથી આવ્યો છે. સપના સાચા પડે છે પરંતુ તે માટે તમારે ઘણી જ મહેનત કરવી પડે છે. અહીંયા સુધી પહોંચાડવા માટે જેણે પણ મારી મદદ કરી તેમનો આભાર' એમીની આ પોસ્ટ પર બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'લવલી'.

યૂ-ટ્યૂબ સિંગરથી કરિયરની શરૂઆત
બાયોટેકનોલોજીમાં એમએસસી કરનાર એમી વિર્કે યૂ-ટ્યૂબ સિંગર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 2013માં એમીના આલ્બમ 'જટ્ટીઝ્મ'ને બેસ્ટ આલ્બમ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 2015માં એમીએ પંજાબી ફિલ્મ 'અંગ્રેજ'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે એમીને બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ એમીએ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં સિંગર તથા એક્ટર તરીકે કામ કર્યું હતું. હાલમાં એમી પોતાની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ '83'માં વ્યસ્ત છે. 1983માં ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું તેના પર આધારિત આ ફિલ્મમાં એમીએ ક્રિકેટર બલિંદર સંધુનો રોલ પ્લે કર્યો છે. કપિલ દેવના રોલાં રણવીર સિંહ છે.

X
Punjabi singer Ammy Virk gave the parents a range Rover Car Gift
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી