• Home
  • Utility
  • Punjab National Bank launches 'PNB Verify' app, online transaction will be more secure

બેંકિંગ / પંજાબ નેશનલ બેંકે ‘PNB વેરિફાઈ’ એપ લોન્ચ કરી, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત થશે

Punjab National Bank launches 'PNB Verify' app, online transaction will be more secure

  • એપ ઈન્ટરનેટ બેંકિંગ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટે છે
  • OTPની જગ્યાએ કામ કરશે અને ટ્રાન્ઝેક્શનને ઈન-એપ નોટિફિકેશન દ્વારા ટ્રાન્ઝેક્શન વેરિફાઈ કરશે
  • તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે

Divyabhaskar.com

Jan 22, 2020, 01:08 PM IST

યુટિલિટી ડેસ્ક. પંજાબ નેશનલ બેંર (PNB)એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ સુવિધાજનક અને સુરક્ષિત બનાવવા માટે PNB વેરિફાઈ એપ લોન્ચ કરી છે. આ એપ ઈન્ટરનેટ બેંકિંગ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટે છે. તે OTP (વન ટાઈમ પાસવર્ડ)ની જગ્યાએ કામ કરશે અને ટ્રાન્ઝેક્શનને ઈન-એપ નોટિફિકેશન દ્વારા ટ્રાન્ઝેક્શન વેરિફાઈ કરશે. તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

કેવી રીતે રજિસ્ટર કરવું

  • ઈન્ટરનેટ બેંકિંગમાં લોગ-ઈન કર્યા બાદ, યુઝરે PNB વેરિફાઈ માટે Personal Settingમાં જઈને Enroll for PNB Verifyમાં જવાનું રહેશે.
  • યુઝરે PNB વેરિફાઈ માટે એનરોલમેન્ટના ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે અને રિક્વેસ્ટ કન્ફર્મ કરવાની રહેશે.
  • PNB વેરિફાઈ પર રજિસ્ટર કર્યા બાદ ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS આવશે.
  • તેમાં PNB વેરિફાઈને ઈન્સ્ટોકલ કરવાની લિંક હશે. યુઝરે ડિવાઈસ પર એપને ઈન્સ્ટોલ કર્યા બાદ ગ્રાહકને આઈડીના ઉપયોગથી લોગ-ઈન કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત કોડ દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારે PNB વેરિફાઈ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે અથવા લોગ-ઈન કરવા માટે તમે પેટર્ન અથવા બાયોમેટ્રિક પણ પસંદ કરી શકો છો. આ એપને માત્ર એક જ ડિવાઈસ પર રજિસ્ટર કરી શકાય છે.

ઈન્ટરનેટ બેંકિંગથી ટ્રાન્ઝેક્શન માટેની પ્રોસેસ

  • ઈન્ટરનેટ બેંકિંગ માટે યુઝર ટ્રાન્ઝેક્શન પાસવર્ડ દાખલ કર્યા બાદ OTPની જગ્યાએ સ્ક્રીન પર ટ્રાન્ઝેક્શનને વેરિફાઈ કરવા માટે 3 મિનિટની અંદર એક મેસેજ દેખાશે.
  • યુઝરે PNB વેરિફાઈ મોબાઈલ એપ પર લોગ-ઈન કરીને નોટિફિકેશન જોઈને ટ્રાન્ઝેક્શનને અપ્રૂવ અથવા ડિક્લાઈન કરવાનું રહેશે.
  • ત્યારબાદ ટ્રાન્ઝેક્શન 3 મિનિટ અંદર ટ્રાન્ઝેક્શન સક્સેસ અથવા ફેઈલ થઈ જશે. 3 મિનિટ પૂરી થયા બાદ ટ્રાન્ઝેક્શનને ફરીથી શરૂ કરવું પડશે.


ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ

  • ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહક કાર્ડની વિગતો ભરવી પડશે.ત્યારબાદ ગ્રાહકને બેંકના પેજ www.pnbindia.in પર સેકેન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશન દ્વારા રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • બેંકના પેજ પર ગ્રાહકોને ‘Push Notification’નો ઓપ્શન દેખાશે. આ ઓપ્શનને સિલેક્ટ કરીને સબમિટ બટન પર ક્લિક કરવા પર ગ્રાહકોના સ્માર્ટફોન પર નોટિફિકેશન આવશે.
  • નોટિફિકેશનને ક્લિક કરીને PNB વેરિફાઈ એપ ઓપન થઈ જશે અને ગ્રાહકે ટ્રાન્ઝેક્શન મંજૂર અથવા રિજેક્ટ કરવાનું રહેશે. મંજૂર કરવા પર ટ્રાન્ઝેક્શન થઈ જશે.
X
Punjab National Bank launches 'PNB Verify' app, online transaction will be more secure

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી