તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:બહુચરાજી મંદિર સામે જાહેર શૌચાલયનું 2 વર્ષથી ઉદઘાટન જ કરાયું નથી, ત્યાં બીજા નવા બનાવાયાં

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ પ્રજાકીય પ્રશ્નો ઉઠાવ્યા

બહુચરાજી મંદિરની સામે લાખો રૂપિયા ખર્ચી બંધાવેલા જાહેર શૌચાલય 2 વર્ષથી બંધ હાલતમાં જ પડ્યાં છે. ત્યાં તેની બાજુમાં જ નવા શૌચાલય બનાવી સરકારી નાણાંનો વેડફાટ કરાતો હોવાનો મુદ્દો શનિવારે મળેલી જિલ્લા સંકલન સમિતિમાં ચર્ચાયો હતો. કલેકટર એચ.કે. પટેલની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે બહુચરાજી મંદિરની સામે બબ્બે જાહેર શૌચાલયનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, એકનું હજુ ઉદ્દઘાટન કર્યું નથી, તાળું મારેલું છે અને બીજા નવા શૌચાલય બનાવી શા માટે લાખો રૂપિયા ખર્ચ કરાઇ રહ્યો છે.

જેમાં તૈયાર શૌચાલય પાણીની લાઇન ન હોઇ બંધ હોવાનું અને બીજા શૌચાલય પ્રવાસન વિભાગ દ્વારા બનાવાઇ રહ્યા હોવાનો ગોળગોળ જવાબ અપાયો હતો. બહુચરાજી- હારિજ રોડ સાવ તૂટી ગયો હોઇ એજન્સીને સૂચના આપી રોડનું સમારકામ કરવા જણાવ્યું હતું. કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ એસટી બસ અને ડેપોમાં સફાઇ મામલે રજૂઆત કરી હતી. જેમાં કલેક્ટરે એજન્સી સામે પગલાં લેવા તેમજ કામગીરી કરે પછી જ પેમેન્ટ કરવા તાકીદ કરી હતી.

બલોલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનેલા શૌચાલયનાં કામ અધૂરા હોવા છતાં એજન્સીને બિલ ચુકવાઈ ગયા હોવાનું તેમજ મહેસાણામાં હિંમતનગર હાઇવે ઉપર રહેણાંક વિસ્તારમાં આવેલી ગેસ કેમિકલ ફેક્ટરી દ્વારા ફેલાતા પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ ઉપર અસર પડતી હોઇ પ્રદૂષણ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવા તેમજ બલોલ પંચાયતનું વિભાજન થયા પછી ચૂંટણી જાહેર કરાઇ ન હોઇ વિકાસકામો અટકી ગયા હોઇ ચૂંટણી જાહેર કરવા પણ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો