સંભાળ / બાળકોમાં હિસ્ટેરિયા એટલે કે વાઈના હુમલાને રોકવા માટે કીટોજેનિક ડાયટ આપવું

Providing a ketogenic diet to prevent hysteria in children

  • હિસ્ટેરિયાના હુમલા હવે દવાઓથી નિયંત્રિત થઈ જાય છે
  • કેટલાક પેશન્ટ્સને હુમલા એક દવાથી જ કંટ્રોલમાં આવી જાય છે
  • બાળકોમાં દવાઓથી હુમલા નિયંત્રિત ન થવા પર તેમને કીટોજેનિક ડાયટ આપવામાં આવે છે

Divyabhaskar.com

Nov 28, 2019, 12:57 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. હિસ્ટેરિયા એટલે કે વાઈના હુમલા નાની ઉંમરમાં કે મોટી ઉંમરમાં જ નથી આવતા. એક વર્ષના બાળકને પણ તે આવી શકે છે. શરૂઆતમાં જૂની દવાઓ આપીને હુમલાને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કેટલાક પેશન્ટ્સને હુમલા એક દવાથી જ કંટ્રોલમાં આવી જાય છે. જ્યારે કેટલાકને એક દવાથી તે કંટ્રોલમાં આવી શકતા નથી. આવા દર્દીને પોલો થેરાપી એટલે કે બેથી ત્રણ દવાઓનું કોમ્બિનેશન આપવામાં આવે છે. 70 ટકા પેશન્ટ્સના હુમલા જૂની દવાઓથી કંટ્રોલમાં આવી જાય છે, પરંતુ 30 ટકા લોકોમાં તે કંટ્રોલમાં નથી આવી શકતા. હુમલા નિયંત્રિત ન થાય તો છાતી ઉપર પેસમેકર ડિવાઈસ લગાવીને વેગસ નર્વને સ્ટીમ્યુલેટ કરે છે. તે બ્રેઈનના એ ભાગને કંટ્રોલ કરે છે જેનાથી હુમલા આવે છે. હુમલા નિયંત્રિત ન થાય તો સર્જરી કરાવવી પડે છે. છ મહિના સુધી હુમલા ન આવવા પર વાહન ચલાવી શકાય છે અને લગ્ન પણ કરી શકાય છે.

કીટોજેનિક ડાયટ શું છે?: બાળકોમાં દવાઓથી હુમલા નિયંત્રિત ન થવા પર તેમને કીટોજેનિક ડાયટ આપવામાં આવે છે. આ ડાયટ મેડિસિનની જેમ સેશેમાં પણ ઉપલબ્ધ છે. તેમાં હાઈ ફેટ અને પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. કાર્બોહાઈડ્રેટ ઓછા પ્રમાણમાં હોય છે. તેનાથી શરીરમાં ફેટ બર્ન થાય છે. લિવર ફેટને ફેટી એસિડ અને કીટોન્સમાં ફેરવી દે છે. આ કીટોન્સ શરીરમાંથી મગજમાં પહોંચીને ગ્લુકોઝને એનર્જી સોર્સમાં ફેરવી દે છે. આ બ્રેઈનને સ્ટીમ્યુલેટ કરીને હુમલાને નિયંત્રિત કરે છે ને તેનાથી હુમલા ઓછા થઈ જાય છે.

મગજ પર ઈજા પછી અને પ્રેગ્નન્સીમાં બ્લડપ્રેશર વધવા પર હુમલા આવે છે: નાનાં બાળકોમાં આ બીમારી જન્મજાત હોય છે. એકથી પાંચ વર્ષની ઉંમરમાં ઓક્સિજનની ઊણપ થવાને કારણે પણ બાળકોમાં સેરીબલ પાલ્સી થઈ શકે છે. તેમાં બાળકોના હુમલા નિયંત્રિત થતા નથી. પાંચથી દસ વર્ષની ઉંમરમાં એપિલેપ્સી સિન્ડ્રોમ થાય તો સર્જરી કરવામાં આવે છે. રાત્રે ઝાટકા આવવાથી આખી જિંદગી દર્દીને ડ્રગ્સ પર રાખવો પડી શકે છે. મગજમાં લોહીની નળીઓમાં ક્લોટ, ટ્યુમર અને એક્સિડન્ટને કારણે હુમલા આવી શકે છે. હેડ ઈન્જરી પછી શરૂઆતમાં અથવા તેનાં બે વર્ષ પછી પણ હુમલા આવી શકે છે. મગજનો ટીબી અને ઈન્ફેક્શન પણ તેનું કારણ છે. 40-60ની ઉંમરમાં લકવો, ટ્યુમર, મગજમાં સોડિયમ, મેગ્નેશિયમનું પ્રમાણ વધવાથી વાઈના હુમલા આવે છે. જ્યારે બ્લડમાં ઈન્ફેક્શન પણ તેનું એક કારણ છે. પ્રેગ્નન્સીમાં બ્લડપ્રેશર વધવાથી મગજમાં સોજો આવવા પર પણ આવું થઈ શકે છે. તેના માટે કોઈ પણ એક કારણને જવાબદાર ઠેરવી ન શકાય.

હિસ્ટેરિયાના 3-4 કલાક પહેલાં ખાવાથી હુમલા નહીં આવે, પણ વટાણા અને કોબીજને અવોઈડ કરો
વાઈના પેશન્ટ્સે હુમલાથી બચવા માટે સૂવાના 3-4 કલાક પહેલાં ખાવું જોઈએ. જેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવાનો સમય મળી શકે. તેનાથી લોહી જાડું નહીં થાય અને તેમનામાં હુમલા આવવાની શક્યતા ઘટશે. આવા દર્દીએ કોફી, તેજ મસાલા તથા ખટાશમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી બચવું. કોઈ પણ નશો ન કરવો. આ સિવાય વટાણા, કોબીજ, લીલું મરચું અને મગફળી પણ ન ખાવી. જોકે, અખરોટ તથા બદામ ખાવાથી હુમલા આવતા નથી એવી ધારણા લોકોમાં છે, પણ વાસ્તવમાં તેનાથી હુમલા વધે છે. બાળકોને મોબાઈલ, ટીવી અને કમ્પ્યૂટરથી દૂર રાખો. મગજમાંથી નીકળનારા તરંગો જ્યારે બહારના તરંગોના સંપર્કમાં આવે છે ત્યારે તેમનામાં એપિલેપ્સી થવાની શક્યતા વધે છે. સાથે જ જૂની શરદી અને કબજિયાતને કારણે પણ આ બીમારી થઈ શકે છે.

પેશન્ટને પડખું વાળીને સુવડાવો, લાળ નીકળવા દો અને પાણી ન પીવડાવશો
હુમલા દરમિયાન મોંમાં આંગળી ન નાખશો. જૂતાં કે ડુંગળી ન સૂંઘાડશો. મોંમાં ચમચી ન નાખશો. તેના તૂટવાથી દર્દીની જીભ પણ કપાઈ શકે છે. તેને તરત જ હોસ્પિટલ લઈ જાઓ. હુમલો 3 મિનિટથી લઈને એક કલાક સુધીની હોઈ શકે છે. ઘણા પેશન્ટ્સને એક જ હુમલો આવે છે અને કેટલાકને મલ્ટિપલ હુમલા આવે છે. હુમલાનો દર્દી સંવેદનશીલતા રાખે. હુમલાની સાથે યુરિન, લોહી અને લાળ નીકળી રહી હોય તો સમજો હુમલો ગંભીર છે. દર્દીને પડખું વાળીને સુવડાવો. લાળ નીકળવા દો અને પાણી ન પીવડાવશો.

X
Providing a ketogenic diet to prevent hysteria in children

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી