સાવધાની / લાંબા સમય સુધી પેટ ખરાબ રહેવાથી બાળકને USD જેવી ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે

Prolonged stomach uptake increases the risk of a serious illness such as USD

 • લાંબા સમય સુધી પેટ ખરાબ રહેવાથી યુરિયા સાઈકલ ડિસઓડર (USD)નું જોખમ વધી જાય 
 •  બાળકનું શરીર નાઈટ્રોજન, એમોનિયાને બહાર કાઢી ન શકવાને કારણે હાનિકારક પદાર્થ બ્લડમાં ભળી જાય છે
 • વધારે કેલરીવાળો ખોરાક આપવાથી યુરિયા સાઈકલ ડિસઓડરનું જોખમ ઓછું કરી શકાય છે

Divyabhaskar.com

Nov 10, 2019, 05:33 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. બાળકને બરાબર રીતે પોટી ન આવવાથી અથવા લાંબા સમય સુધી પેટ ખરાબ રહેવાથી યુરિયા સાઈકલ ડિસઓડર (USD)નું જોખમ વધી જાય છે. ગંભીર યૂસીડીવાળા બાળકોમાં તેના લક્ષણો જન્મ પછીના પ્રથમ 24 કલાકમાં વિકાસ પામે છે. દરેક વ્યક્તિનાં યુરિન બહાર આવવાનું એક ચક્ર હોય છે. જન્મ બાદથી બાળકોમાં યુરિન બહાર આવવાનું ચક્ર વિકસિત થવાનું શરૂ થઈ જાય છે.

આ બીમારી અંતર્ગત જ્યારે બાળક પ્રોટીન ખાય છે ત્યારે તેનું શરીર તેને એમિનો એસિડમાં ફેરવે છે, બાકીનું નાઇટ્રોજનના ઉત્પાદનોના રૂપમાં ફેરવે છે જેનાથી તે મળના રૂપમાં કાઢે છે. આ પ્રક્રિયામાં લિવર નાઈટ્રોજનને યુરિયામાં રૂપાંતરિત કરવા માટે ઘણા એન્ઝાઇમોની આપૂર્તિ કરે છે, જે બાદમાં મળ-મૂત્રના રૂપમાં શરીરમાં નીકળી જાય છે. આ પ્રક્રિયાને યુરિયા ચક્ર કહેવામાં આવે છે.

કોમામાં પણ બાળક જઈ શકે છે
જો બાળકના યુરિયા ચક્રમાં ખામી હોય તો તેનું લિવર યુરિયા સાઈકલની જરૂરિયાતો પ્રમાણે કામ નથી કરી શકતું. આ રીતે જ્યારે બાળકનું શરીર નાઈટ્રોજન, એમોનિયાને બહાર કાઢી ન શકવાને કારણે હાનિકારક પદાર્થ બ્લડમાં ભળી જાય છે. પદાર્થ બ્લડની સાથે સર્કુલેટ થવાથી હાનિકારક પદાર્થ મગજને નુકસાન પહોંચાડે છે જેના લીધે બાળક કોમામાં પણ જઈ શકે છે.

કારણો

 • શરીરમાં ઓટીસી, એએસડી અને એએલડીની માત્રા ઓછી થવાથી
 • માતા-પિતાના ખરાબ જીન્સ બાળકમાં ટ્રાન્સફર થવાથી
 • વધારે પ્રોટીન લેવાથી
 • જન્મથી લિવર ખરાબ થવાથી

લક્ષણ

 • ખાવાની ઈચ્છા ન થવી
 • વારંવાર ઉલ્ટી
 • માનસિક ભ્રમ
 • બેભાન થઈ જવું

સારવાર
બાળકોને પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થ ન આપવા અને તેની જગ્યાએ વધારે કેલરીવાળો ખોરાક આપવાથી યુરિયા સાઈકલ ડિસઓડરનું જોખમ ઓછું કરી શકાય છે. તેના માટે બાળકને 6 મહિના બાદથી ફ્રૂટ અને શાકભાજી આપવા.

X
Prolonged stomach uptake increases the risk of a serious illness such as USD

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી