• Home
  • Utility
  • Automobile
  • Production of Maruti Jimmy car will start in Sanand, Gujarat, 5 door variants likely to launch

અપકમિંગ / ગુજરાતના સાણંદમાં મારુતિની જીમ્ની કારનું પ્રોડક્શન શરૂ થશે, 5 ડોરવાળું વેરિઅન્ટ લોન્ચ થવાની શક્યતા

Production of Maruti Jimmy car will start in Sanand, Gujarat, 5 door variants likely to launch

Divyabhaskar.com

Feb 29, 2020, 11:39 AM IST

ઓટો ડેસ્કઃ મારુતિએ 2020 ઓટો એક્સપોમાં તેની ઓફ રોડ કાર મારુતિ સુઝુકી જિમ્નીને રજૂ કરી હતી. ત્યારબાદ આ કાર વિશે સતત નવી જાણકારીઓ સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ કાર વર્ષ 2021માં લોન્ચ કરશે. ભારતમાં આ કાર ગુજરાતમાં સાણંદ પ્લાન્ટમાં બનાવવામાં આવશે. આ પ્લાન્ટમાં કારનાં 4000થી 5000 યૂનિટ્સ બનાવવાનો કંપનીનો ટાર્ગેટ છે. ભારતમાં આ કારને નેક્સા પ્રીમિયમ ડીલરશીપ દ્વારા વેચવામાં આવશે.

કિંમત 10 લાખથી ઓછી
રિપોર્ટ અનુસાર, ભારતમાં આ કારની કિંમત 10 લાખ રૂપિયા કરતાં પણ ઓછી હશે. આ કંપનીની એક ઓફ રોડ SUV છે. ઓટો એક્સપોમાં આ કારનું 3 ડોરવાળું વેરિઅન્ટ શોકેસ કરવામાં આવ્યું હતું.

ભારતમાં 5 ડોર મોડેલ લોન્ચ થવાની શક્યતા
કંપનીએ ભલે ઓટો શો એક્સપોમાં આ કારનું 3 ડોરવાળું વેરિઅન્ટ રજૂ કર્યું હોય પરંતુ ભારતમાં લોન્ચ થનારું આ કારનું વેરિઅન્ટ એક્સપોમાં રજૂ થયેલા વેરિઅન્ટથી અલગ હશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કંપની ભારતમાં 3 ડોર નહીં પણ 5 ડોરવાળું વેરિઅન્ટ લોન્ચ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની આવતા વર્ષે આ કાર માર્કેટમાં લાવશે.

એન્જિન અને પાવર
ભારતમાં સુઝુકી જીમ્નીને 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરી શકાય છે, જે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ અને ડિઝાય સહિત અન્ય ગાડીઓમાં પણ આવે છે. આ ઉપરાંત, આ નાની SUVમાં કંપની અલ્ટો K10માં મળતાં 1 લિટર પેટ્રોલ એન્જિનનો ઓપ્શન પણ આપી શકે છે. જીમ્નીનું એન્જિન BS-6 એમિશન નોર્મ્સ અનુસાર હશે. આ SUV ડીઝલ એન્જિન સાથે નહીં આવે.

X
Production of Maruti Jimmy car will start in Sanand, Gujarat, 5 door variants likely to launch

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી