પહેલ / ‘કુલી નંબર 1’ના સેટને પ્રોડ્યૂસર જેકી ભગનાનીએ પ્લાસ્ટિક ફ્રી બનાવ્યો, વરુણ ધવને આભાર માન્યો

Producer Jackky Bhagnani makes plastict free of Varun Dhawan starrer 'Coolie No.1' set

Divyabhaskar.com

Sep 01, 2019, 04:31 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવન હાલમાં ફિલ્મ ‘કુલી નંબર 1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણની સાથે સારા અલી ખાન છે. આ ફિલ્મને વાસુ ભગનાની પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વાસુના સંતાનો (જેકી ભગનાની તથા હની)એ એક નવતર વિચાર અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. તેમણે પર્યાવરણ બચાવો ઝુંબેશને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. જેકી તથા હનીએ ફિલ્મના સેટ પર સ્ટીલની બોટલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે ફિલ્મની કાસ્ટ તથા ક્રૂને સ્ટીલની બોટલ્સ આપી છે.

પીએમની ચળવળને ટેકો
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાનું કહ્યું છે અને દેશને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની અપીલ કરી છે. આ અંગે બીજી ઓક્ટોબરથી પ્લાસ્ટિકના સિંગલ યૂઝ પર બૅન મૂકવામાં આવશે. વરુણ ધવને ટ્વિટર પર બોટલ્સની તસવીર શૅર કરીને ‘કુલી નંબર 1’ના સેટને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે હની તથા જેકી ભગનાનીનો આભાર માન્યો હતો. હનીએ સામે જવાબ આપતાં ટ્વીટ કરી હતી, ‘અમારા લક્ષ્યાંકને પૂરું પાડવા બદલ આભાર.’

શું કહ્યું જેકીએ?
જેકીએ આ અંગે કહ્યું હતું કે આ વિચાર તેની બહેન હનીનો હતો. બંનએ સાથે મળીને આ અંગે નક્કર કામ કરવાનું નક્કી કર્યું. હનીએ કહ્યું હતું કે રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિકનો ઘણો જ ઉપયોગ કરીએ છીએ. ફિલ્મના સેટ પર એક વ્યક્તિ ત્રણ બોટલ પાણી પી જાય છે. એટલે ફિલ્મના શૂટિંગ દરમિયાન 1000 કરતાં પણ વધારે પાણીની પ્લાસ્ટિકની બોટલ્સ ભેગી થાય છે. જે અંતે પર્યાવરણને નુકસાન કરે છે. એને બદલે સ્ટેઈલેસ સ્ટીલની બોટલ આપવામાં આવે તો તે વધુ સરળ પડે. આ બોટલ્સ શૂટિંગ પૂરું થયા બાદ પણ વાપરી શકાય છે.

આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે
ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મ આવતા વર્ષે પહેલી મેના રોજ રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂઅલ બેંગકોકમાં શૂટ કરવામાં આવ્યું હતું.

X
Producer Jackky Bhagnani makes plastict free of Varun Dhawan starrer 'Coolie No.1' set

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી