તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાલાસિનોરમાં કોરોનાનું પાલન ન કરાતાં કાર્યવાહી

બાલાસિનોર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 દુકાનો સીલ-18 હજારનો દંડ વસૂલાયો

રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો રાફડો ફાટ્યો છે. તે બાબતે કોરોના વાયરસ અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા તેમજ સૂચનાઓ બહાર પાડવામાં અાવ્યા છે. ત્યારે દિવાળીના તહેવાર જાહેરજનતાની અવરજવરમાં વધારો થતાં મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે દિવસે વધવા પામી છે. બાલાસિનોરમાં સંક્રમિતો સંખ્યામાં વધારો ન થાય તે માટે પ્રાંત અધિકારી બાલાસિનોર, મામલતદાર, ચીફ ઓફિસર, તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા સ્ટાફ દ્વારા બાલાસિનોર પાલિકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં કોવિડ-19 ના ભંગ કરતા જેમ કે માસ્ક ન પહેરવા, ધંધાના સ્થળે એક કરતાં વધુ વ્યક્તિઓ અેકત્ર થવા તેમજ સેનેટાઈઝર રાખેલ ન હોવાથી વિસ્તારોમાં આવેલ લાલા કટલરી, યશ મેડિકલ, ગીતાંજલી સિલેકશન, ફોનવાલે મોબાઈલ શોપ અને સર્વોદય જનરલ સ્ટોર્સ સહિત પાંચ દુકાનો સીલ કરી તથા જાહેર માર્ગો પર વગર માસ્કે ફરતા વ્યક્તિઅો પાસેથી 18,000નો દંડ વસુલ્યો હતો. જેથી વેપારીઓ તથા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો