તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દેવગઢ બારિયામાં ઘરમાંથી દારૂ મળતાં મહિલા સામે કાર્યવાહી

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગર મહિલા ફરાર થઇ ગઇ, રૂપિયા 31,505નો દારૂ કબજે લીધો

દેવગઢ બારિયાના કાપડી પીટીસી કોલેજ રોડ ઉપર રહેતા મુમતાજબેન ઇસ્માઇલભાઇ રસીદવાળા ગેરકાયદેસર રીતે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી છુટક વેચાણ કરતી હોવાની બાતમી મળતાં દેવગઢ બારિયા પોલીસે તેના ઘરે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન મુમતાજબેન રસીદવાળા ઘરે હાજર નહી મળતાં પોલીસે તેને ઘરમાં તલાસી લીધી હતી. જેમાં તેના ઘરમાંથી વિદેશી દારૂના હોલ તથા ક્વાટરીયા અને બીયર મળી કુલ 240 નંગ બોટલ જેની કિંમત 31,505નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. પ્રોહી મુદ્દામાલ કબ્જે લઇ ઘરે હાજર નહી મળી આવેલ મુમતાજબેન રસીદવાળા સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી દેવગઢ બારિયા પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો