• Home
  • National
  • Priyanka Gandhi said: No one is allowed to ask for Indian documents

નાગરિકતા કાયદો / પ્રિયંકા ગાંધીએ કહ્યું- ભારતીયતાના દસ્તાવેજો માંગવાનો હક કોઈને નથી

Priyanka Gandhi said: No one is allowed to ask for Indian documents

  • પ્રિયંકા ગાંધી રવિવારે દેખાવોમાં માર્યા ગયેલા અનસ અને સુલેમાનના પરિવારના સભ્યોને મળવા બિજનોર પહોંચી
  • તેમણે કહ્યું- ઉત્તર પ્રદેશ સરકાર તરફથી કોઈ પણ પરિવારેને મળવા આવ્યુ નથી
  • ઉત્તર પ્રદેશમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ થઈ રહેલા દેખાવોમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે
     

Divyabhaskar.com

Dec 23, 2019, 11:42 AM IST

બિજનોરઃ નાગરિકતા કાયદાને લઈને કેન્દ્ર પર નિશાના સાધતા કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે કહ્યું હતું કે કોઈની પણ ભારતીયતા સાબિત કરવા માટે કોઈને પણ દસ્તાવેજો માંગવાનો હક નથી. પ્રિયંકા ગાંધી રવિવારે બિજનોરમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ દેખાવ દરમિયાન માર્યા ગયેલા અનસ અને સુલેમાનના પરિવારના સભ્યોને મળવા ગયા હતા.

આ દરમિયાન તેમણે પત્રકારોને કહ્યું કે હું પરિવારની સાથે છું. હું તે પરિવારની સાથે છું, જેમની સાથે ખોટું થયું છે. તમામ ગરીબ મજૂર અને ગૃહસ્થ હતા. તેમને નાના બાળકો છે, તેમની દેખરેખ કરનાર કોઈ નથી. કોંગ્રેસ જનરલ સેક્રેટરીએ આ ઘટનાની તપાસની માંગ કરી છે. દેખાવોમાં ઘણા બધા લોકો માર્યા ગયા છે. ઘણા હોસ્પિટલમાં છે. ઉતરપ્રદેશ સરકાર તરફથી કોઈ પણ પીડિત પરિવારને મળવા આવ્યું નથી. કોઈ તેમને સાંભળનારું નથી. દુ:ખના આ સમયમાં તેમનું સમર્થન કરો.

નાગરિકતા કાયદાની આજના સમયમાં કોઈ જરૂરિયાત નથીઃ પ્રિયંકા

પ્રિયંકાએ કહ્યું- સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાની આજે બિલકુલ જરૂરિયાત નથી. ચારે તરફ બેરોજગારી છે. અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાગી છે. આ સમસ્યાઓનું સમાધાન કરવાના સ્થાને ભાજપ સરકાર પ્રત્યેક ભારતીયને એ સાબિત કરવા માટે કહી રહી છે કે કે તમે એક ભારતીય છો. આ કાયદો ગરીબ વિરોધી છે. વસાહતોમાં રહેનાર લોકો 1971 પહેલાના દસ્તાવેજ કઈ રીતે આપશે ? તેમણે આરોપ લગાવ્યો કે ઉતર પ્રદેશ ભાજપની સરકાર લોકોની સમસ્યાઓને સંભાળવા માંગતી નથી. લોકોને ન્યાય મળી રહ્યો નથી. તેઓ સરકારને પોતાની સમસ્યાઓ શેર કરવાથી ડરે છે.

દેખાવકારોની વિરુદ્ધ 135 આપરાધિક મામલા નોંધાયા

ઉતર પ્રદેશ પોલીસના જણાવ્યા મુજબ, રાજ્યના વિવિધ હિસ્સાઓમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી ઉઠી. દેખાવકારોએ પથ્થરમારો અને તોડફોડ પણ કરી. આ દરમિયાન 15 લોકોના મૃત્યુ થયા. રાજ્યના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) ઓપી સિંહે કહ્યું કે દેખાવકારોની વિરુદ્ધ કુલ 135 આપરાધિક મામલા નોંધવામાં આવ્યા છે. જ્યારે 288 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.

X
Priyanka Gandhi said: No one is allowed to ask for Indian documents

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી