અમદાવાદ / હાર્દિકની ધરપકડ મામલે પ્રિયંકા ગાંધીનું ટ્વિટ, ભાજપ હાર્દિક પટેલને વારંવાર હેરાન કરી રહ્યો છે

કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી સાથે હાર્દિક પટેલની ફાઈલ તસવીર
કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી સાથે હાર્દિક પટેલની ફાઈલ તસવીર

Divyabhaskar.com

Jan 19, 2020, 03:15 PM IST

અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ પકડ વોરંટ કાઢ્યું હતું. સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો છે. આ મામલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે ભાજપ યુવાઓના રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને વારંવાર પરેશાન કરી રહ્યો છે. હાર્દિકે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો અને તેના માટે નોકરીઓ માંગી, છાત્રવૃત્તિ માંગી અને ખેડૂત આંદોલન કર્યું. ભાજપ તેને ‘દેશદ્રોહ’ કહી રહ્યો છે.

પ્રિયંકા ગાંધીના આ ટ્વિટનો જાવબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોર્ટના આદેશથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આઓવી છે, પોલીસે કાયદાકીય રીતે જ ધરપકડ કરી છે.

હાર્દિકે મુદતમાં નિયમિત હાજર રહેવાનું સહિતની શરતોનું પાલન કર્યું નથીઃ કોર્ટ
કોર્ટે હાર્દિકનું ધરપકડ વોરંટ કાઢતા નોંધ્યું છે કે, હાઇકોર્ટે જામીન આપતી વખતે શરત મૂકી હતી કે, કોર્ટને સહકાર આપવાનો, મુદતમાં નિયમિત હાજર રહેવાનું સહિતની શરતોનું પાલન કર્યું નથી. આ સંજોગોમાં આરોપી ઇરાદાપૂર્વક સામાન્ય કામનું કારણ બતાવી અરજીઓ કરી કેસ ચલાવવા માગતા નથી. શનિવારે આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગેરહાજર રહેલા હાર્દિકના વકીલે મુદત માગવા માટે અરજી કરી હતી, જેનો વિરોધ કરતા સરકારી વકીલ એચ.એમ. ધ્રૂવે રજૂઆત કરી હતી કે, આરોપી કેસને લંબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જામીન પર મુક્ત કરતી વખતે આપેલી શરતોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આથી આરોપી સામે પકડ વોરંટ કાઢવામાં આવે. કેસની વધુ સુનાવણી 24મીએ હાથ ધરાશે.

શું છે સમગ્ર મામલો
વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે.

X
કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી સાથે હાર્દિક પટેલની ફાઈલ તસવીરકોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી સાથે હાર્દિક પટેલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી