સન્માન / વિશ્વની 100 સૌથી પ્રેરણાદાયી મહિલાઓમાં પ્રિયંકા ચોપરા સામેલ

Priyanka Chopra is among the 100 most inspiring women in the world

Divyabhaskar.com

Jan 21, 2020, 05:13 PM IST

મુંબઈઃ પ્રિયંકા ચોપરાનું નામ ‘ક્રિએટ એન્ડ કલ્ટીવેટ’ના એન્યુઅલ 100 લિસ્ટમાં સામેલ થયું છે. છેલ્લાં ચાર વર્ષથી આ વેબસાઈટ 100 મહિલાઓની યાદી બહાર પાડે છે, જેમાં સફળ તથા પ્રેરણાદાયી મહિલાઓને સામેલ કરવામાં આવે છે. પ્રિયંકા ચોપરાનું નામ એન્ટરટેઈન્મેન્ટ કેટેગરીમાં સામેલ છે. આ કેટેગરીમાં જમીલા જમીલ, લાઈફસ્ટાઈલ ગુરુ મેરી કોન્ડો, સુપરમોડલ ટાયરા બેન્ક્સ સહિતના સેલેબ્સના નામ સામેલ છે.

પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયામાં શૅર કર્યું
પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ક્રિએટ એન્ડ કલ્ટીવેટનો આભાર માન્યો હતો.

કરિયરના અનુભવો શૅર કર્યાં
પ્રિયંકાએ વેબસાઈટ સાથેની વાતચીતમાં પોતાની કરિયરના અનુભવો શૅર કર્યાં હતાં. એક્ટ્રેસે કહ્યું હતું કે તેણે જ્યારે પણ પરાજયનો સામનો કર્યો ત્યારે તેણે સૌ પહેલાં પરાજયનો સ્વીકાર કર્યો હતો અને તેમાંથી બોધપાઠ લીધો હતો. તેણે અસફળતાના ડરથી કોઈ કામ અધવચ્ચે પડતું મૂક્યું નથી. તેણે પોતાની ક્રિએટિવિટીને દર વખતે ચેલેન્જ કરી છે. તે હંમેશા પોતાને મુશ્કેલભરી પરિસ્થિતિમાં મૂકે છે. આજે દુનિયામાં લોકોની પાસે ઘણી જ તકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ જ તકો અન્ય લોકો પાસે પણ છે એટલે તકનો લાભ ઉઠાવવો હોય તો તરત જ કામ કરવું જોઈએ.

સહજતાથી કંઈ મળતું નથી
વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે પોતાની અંદર શું અલગ છે, તેને સૌ પહેલાં ઓળખવાની જરૂર છે. પોતાની સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. આ જ બાબત તમને સપના પૂરા કરવામાં મદદ કરશે. તેને આ વાત બહુ પહેલાં સમજાઈ ગઈ હતી કે કંઈ પણ સરળતાથી મળતું નથી. નસીબ કામમાં આવે છે પરંતુ તેનો અર્થ એવો નથી કે મહેનત કરવામાં ના આવે.

કરિયરનો મુશ્કેલભર્યો નિર્ણય
પ્રિયંકાને ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે તેની કરિયરનો સૌથી મુશ્કેલભર્યો નિર્ણય કયો હતો? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે હોલિવૂડમાં કામ કરવાનો નિર્ણય સૌથી મુશ્કેલ હતો. તેને ખુશી છે કે તેનો નિર્ણય સાચો ઠર્યો પરંતુ તે સમયે આ બહુ જોખમી નિર્ણય હતો. તે આ સમય દરમિયાન એ વાત શીખી કે જો તમે તકોને ઝડપશો નહીં અને પોતાની જાતને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં લાવો તો તમે ક્યારેય આગળ આવી શકશો નહીં. તેના માટે આ બાબત અંગત તથા પ્રોફેશનલ જીવનમાં ઘણી જ મહત્ત્વની છે. અંતે તો આ જ તમને તમારા પોતાનો માર્ગ નક્કી કરવાનો રસ્તો બતાવે છે.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા હાલમાં દાવોસમાં છે. અહીંયા વર્લ્ડ ઈકોનોમિક ફોરમની એન્યુઅલ મિટિંગમાં પ્રિયંકા ચોપરા વિશ્વના નેતાઓ તથા બિઝનેસમેન સાથે ગરીબી, ક્લાઈમેટ ચેન્જ તથા અસમાનતાના મુદ્દે વાત કરશે. પ્રિયંકા ચોપરા ગ્લોબલ સિટિઝન એમ્બેસેડર હોવાને કારણે આ મિટિંગમાં હાજર રહી છે.

X
Priyanka Chopra is among the 100 most inspiring women in the world

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી