રિયુનાઈટ / અરિજિત સિંહના ‘રાંઝણા’ સોંગમાં પ્રિયંક શર્મા અને હિના ખાન રોમાન્સ કરતાં દેખાશે

Priyank Sharma and Hina Khan reunite for Arijit Singh's romantic single Raanjhanaa

  • રિયાલિટી શો બિગ બોસમાં પ્રિયંક શર્મા અને હિના ખાન પહેલીવાર મળ્યાં હતાં
  • લવ વીડિયો સોંગનું શૂટિંગ દિલ્હીમાં શરૂ થઇ ગયું છે

divyabhaskar.com

May 08, 2019, 04:19 PM IST

બોલિવૂડ ડેસ્ક: સિંગર અરિજિત સિંહનું નવું સિંગલ ‘રાંઝણા’ આવવાનું છે. આ વીડિયો સોંગમાં પ્રિયંક શર્મા અને હિના ખાન હશે. રિયાલિટી શો બિગ બોસમાં પ્રિયંક શર્મા અને હિના ખાન પહેલીવાર મળ્યાં હતાં. આ લવ વીડિયો સોંગનું શૂટિંગ દિલ્હીમાં શરૂ થઇ ગયું છે. વીડિયો સોંગના ડિરેક્ટર કમલ ચંદ્રાએ જણાવ્યું કે, ‘આ મ્યુઝિક વીડિયો સોંગ કરતાં પાંચ મિનિટની એક મ્યુઝિકલ ફિલ્મ છે જેમાં રોમાન્સથી લઈને ડ્રામા અને સસ્પેન્સ અને ઈમોશન્સ બધું જ છે.’

હિના ખાન જે હાલ ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાનો રોલ ભજવી રહી છે તેને કહ્યું, ‘મને અરિજિતનો અવાજ ખૂબ ગમે છે. સોંગનો સમગ્ર કન્સેપટ એટલો યુનિક છે કે, એક એક્ટર તરીકે તેની મારા પર સીધી અસર થઇ. મને થોડાક જ સમયમાં ઘણા બધા ઈમોશનને ભજવવાનો મોકો મળશે.’

પ્રિયંક શર્માએ જણાવ્યું કે, ‘હું અરિજિતના અવાજ માટે ચહેરો બનવા ઉત્સુક છું. આ એક યુનિક વીડિયો છે, જેમાં એક ફિલ્મમાં જે બધું હોય તે બધું જ સામેલ છે.’

X
Priyank Sharma and Hina Khan reunite for Arijit Singh's romantic single Raanjhanaa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી