વિનર / પ્રિન્સ નરુલા ટીવી પર ચોથો રિયાલિટી શો જીત્યો, પત્ની યુવિકા ચૌધરી સાથે 'નચ બલિયે-9'નો વિનર બન્યો

Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9

Divyabhaskar.com

Nov 04, 2019, 02:18 PM IST

ટીવી ડેસ્કઃ અભિનેતા પ્રિન્સ નરુલા અને તેની પત્ની અભિનેત્રી યુવિકા ચૌધરીએ સેલિબ્રિટી ડાન્સિંગ રિયાલિટી શો 'નચ બલિયે'ની 9મી સિઝનની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. રવિવારે થયેલા ગ્રાન્ડ ફિનાલેમાં તેમને વિજેતા જાહેર કરાયા છે. શો જીત્યા પછી પ્રિન્સે મજાકમાં એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું કે, હવે તેને અન્ય રિયાલિટી શો દ્વારા બોલાવવામાં આવે એવી સંભાવના નથી. પ્રિન્સ 'નચ બલિયે' પહેલાં 'રોડીઝ' (2015), 'બિગ બોસ 9' અને 'સ્પ્લિટ્સવિલા 8' નો પણ વિજેતા રહી ચૂક્યો છે.

જીત્યા પછી તે બોલ્યો - પ્રિન્સ-યુવિકા
પ્રિન્સે મજાક કરતાં કહ્યું કે, 'મને નથી લાગતું કે હવે કોઈ રિયાલિટી શો મને અપ્રોચ કરશે.' યુવિકાએ આવા રિયાલિટી શોને આઉટસાઇડર્સ માટે નસીબદાર ગણાવ્યા હતા. તેણે ઉમેર્યું, 'આ પ્રકારના શો અમારા જેવા આઉટસાઇડર્સને આગળ આવવામાં મદદ કરે છે. આ વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે અમારા માટે ભાગ્યશાળી છે.' નોંધપાત્ર વાત એ છે કે, પ્રિન્સ અને યુવિકા વચ્ચેના સંબંધો 'બિગ બોસ 9' (2016) દરમિયાન શરૂ થયા હતા. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યાં હતાં.

આ હતી ટોપ-5 જોડીઓ
સિઝનની ટોપ-5 જોડીઓમાં પ્રિન્સ-યુવિકા સિવાય શાંતનુ-નિત્યામી, અનિતા-રોહિત, વિશાલ-મધુરિમા અને અલી ગોની-નતાશા સામેલ હતાં. અનિતા હસનંદાની-રોહિત રેડ્ડી અને વિશાલ આદિત્ય સિંઘ-મધુરિમા તુલી અનુક્રમે ફર્સ્ટ અને સેકન્ડ રનરઅપ રહ્યા હતા. ઝીનત અમાન, આયેશા પારેખ, કાર્તિક આર્યન, અનન્યા પાંડે, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર અને ગોવિંદા સહિત અનેક હસ્તીઓ આ ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી હતી.

સલમાન ખાને સિઝન પ્રોડ્યૂસ કરી હતી
'નચ બલિયે'ની આ સિઝન સલમાન ખાને પ્રોડ્યૂસ કરી હતી અને તેની પ્રાઇઝ મની 50 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. રવીના ટંડન અને અહેમદ ખાન સિઝનના જજ હતા, જ્યારે મનીષ પોલ અને વાલુસ્ચા ડિસુઝાએ શો હોસ્ટ કર્યો હતો.

X
Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9
Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9
Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9
Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9
Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9
Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9
Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9
Prince Narula wins fourth reality show on TV as Nach baliye 9

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી