તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગૌરવ:NEETની પરીક્ષામાં પાયોનિયર સ્કૂલનું ગૌરવ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં સમગ્ર દેશમાં NTA દ્વારા NEET-2020 મેડીકલ ક્ષેત્રમાં પ્રવેશ માટેની પરીક્ષા લેવાઈ હતી. જેનું પરિણામ ગતરોજ જાહેર થયું હતું. જેમાં પાટણની પાયોનીયર સ્કૂલ ઓફ સાયન્સના ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી આયર ભરત નાગદાનભાઈએ કુલ 720 ગુણમાંથી 650 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન અને પટેલ આકાશ ચંદ્રવદનભાઈએ 635 ગુણ મેળવી દ્વિતિય સ્થાન મેળવી શાળા પરિવાર તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

આ પ્રસંગે સંસ્થા ચેરેમેન કે.સી.પટેલ ખાસ બંને વિદ્યાર્થીઓ તથા સાયન્સના તમામ શિક્ષકોને ટેલીફોનીક શુભકામના પાઠવી હતી.આ ઉપરાંત સંસ્થા ટ્રસ્ટી વિવેકભાઈ પટેલ તથા પ્રિન્સીપાલ હિતેન્દ્રભાઈ પટેલ તથા ડૉ.તુષારભાઈ પટેલ તથા સમગ્ર સાયન્સ વિભાગ શિક્ષકોએ સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી મો મીઠું કરાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો