• Home
 • National
 • President Kovind said: The best way to develop is to remain committed to democratic ideals.

ગણતંત્ર દિવસ / રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું- આપણે લોકતાંત્રિક આદર્શો માટે પ્રતિબદ્ધ રહીએ તે જ વિકાસનો ઉત્તમ માર્ગ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ફાઇલ ફોટો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ફાઇલ ફોટો

 • 71મો ગણતંત્ર દિવસ સમારોહ રવિવારે રાજપથ પર મનાવવામાં આવશે, બધી તૈયારીઓ પૂર્ણ
 • સમારોહમાં મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો શુક્રવારે દિલ્હી પહોંચ્યા

Divyabhaskar.com

Jan 25, 2020, 07:47 PM IST

નવી દિલ્હી: 71મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશ ગણતંત્રના લોકોથી જ ચાલે છે. ભારતની શક્તિ નાગરિકોમાં જ નિહિત છે. આપણે મહાત્મા ગાંધીના આદર્શોને માનીને લોકતાંત્રિક આદર્શો માટે પ્રતિબદ્ધ રહીએ તે જ વિકાસનો ઉત્તમ માર્ગ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રવાસી ભારતીયોએ વિદેશોમાં રહીને ન માત્ર ત્યાના વિકાસમાં યોગદાન આફ્યું પરંતુ ભારતીય સંસ્કૃતિને પણ સાચવીને રાખી છે.

 • રાષ્ટ્રપતિએ કહ્યું- આપણે 26 જાન્યુઆરી,1950ના દિવસે બંધારણને અંગીકાર કર્યું હતું. ત્યારથી દરવર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યવસ્થાના ત્રણ અંગો- કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને ધારાસભા છે. આ બધા સ્વાયત્ત હોવા છતાય એકબીજાથી જોડાયેલા છે. ભારતની શક્તિ અહીંના લોકોમાં નિહિત છે. આપણે મહાત્મા ગાંધીના આદર્શોને માનીને લોકતાંત્રિક આદર્શો માટે પ્રતિબદ્ધ રહીએ તે જ વિકાસનો ઉત્તમ માર્ગ છે. અમે દેશના દરેક ભાગના સંપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. જમ્મૂ-કાશ્મીરથી લઇને હિન્દ મહાસાગરના દ્વીપો સુધી વિકાસની યોજનાઓ બનાવવામાં આવી છે.
 • દેશ માટે આંતરિક સુરક્ષા અગત્યની છે. તેના માટે નીતિઓ બનાવવામાં આવી રહી છે. અમે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ મહત્વનો પડાવ હાંસિલ કર્યો છે. આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી જન સ્વાસ્થ્ય યોજના બની ગઇ છે. જન ઔષધિ યોજના માટે ગુણવત્તાપૂર્ણ જેનરિક દવાઓ મળવાથી સ્વાસ્થ્યની સુવિધાઓમાં સુધારો થયો છે.
 • નાલંદા સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય હતું. અત્યારે આધુનિક શિક્ષા વ્યવસ્થાનું નિર્માણ થયું છે. શિક્ષણના ક્ષેત્રમાં આપણી ઉપલબ્ધિઓ ઉલ્લેખનીય છે. કોશિષ છે કે દેશનો કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.
 • ISROની ટીમ ગગનયાન મિશન પર આગળ વધી રહી છે. આપણને સૌને તે ઝડપથી આગળ વધે તેનો ઇંતઝાર છે. દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરનારા લોકો અને આપણી દીકરીઓને હું શુભેચ્છા પાઠવું છું.
 • ગણતંત્ર દિવસ સમારોહની ઉજવણી રવિવારે રાજપથ પર કરવામાં આવશે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સમારોહના મુખ્ય અતિથિ હશે. તેઓ શુક્રવારે ચાર દિવસના પ્રવાસે દિલ્હી પહોંચી ચૂક્યા છે.
X
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ફાઇલ ફોટોરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ફાઇલ ફોટો

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી