તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:નગરપાલિકાની ચૂંટણીઓમાં ફેબ્રુઆરીમાં યોજવા તૈયારીઓ શરૂ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુક નગર પંચાયત અને રાજ્યની આશરે 14,000 ગ્રામ પંચાયતની પણ ચૂંટણીઓ સાગમટે યોજાશે

મુદત પૂરી થયેલી અથવા ટૂંક સમયમાં પૂરી થનારી કલ્યાણ- ડોંબિવલી, નવી મુંબઈ, વસઈ- વિરાર, ઔરંગાબાદ અને કોલ્હાપુર સહિત પાંચ મહાપાલિકા, અંબરનાથ, કુળગાવ- બદલાપુર સહિત 20 નગરપાલિકા, અમુક નગરપંચાયતો અને રાજ્યની આશરે 14,000 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરીમાં યોજવાની તૈયારી રાજ્ય ચૂંટણી પંચે શરૂ કરી છે.કોરોનાનું સંક્રમણ હોવા છતાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ લેવામાં આવી. આ પાર્શ્વભૂમિમાં રાજ્યની મહાપાલિકા, નગરપાલિકા, નગરપંચાયતો અને ગ્રામપંચાયતોની ચૂંટણીઓ લેવાનું નિયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોરોનાના દર્દીઓની સંખ્યા કાબૂમાં આવે તો જ ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ લેવાનું નિયોજન છે.

કોરોનાને લીધે એપ્રિલથી જૂનમાં મુદત પૂરી થયેલી અને નવનિર્મિત 1566, જુલાઈથી ડિસેમ્બરમાં મુદત પૂરી થયેલી અને નવનિર્મિત 12,667 મળીને કુલ 14,233 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવી રહી છે. તેમાંથી એપ્રિલથી જૂનમાં મુદત પૂરી થયેલી 1566 ગ્રામપંચાયતની ચૂંટણીઓ માટે 31 માર્ચના રોજ મતદાન થવાનું હતું, પરંતુ કોરોનાને લીધે ચૂંટણીઓ પાછળ ઠેલવામાં આવી હતી.

મતદાર યાદીઓમાં નામ નોંધાવેલા બધા મતદાન કરી શકે અથવા ચૂંટણી લડી શકે એવું લોકશાહીનું મૂળભૂત તત્ત્વ છે. આથી વિધાનસભા મતવિસ્તારની 25 સપ્ટેમ્બરના રોજ અસ્તિત્વમાં રહેલી મતદારયાદીઓ આ ચૂંટણી માટે માન્ય ગણાશે. તે આધારે તૈયાર કરવામાં આવનારી ગ્રામપંચાયતની વોર્ડ અનુસાર મતદારયાદી સંબંધિત ઠેકાણે 1 ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ કરાશે. વાંધા અને સૂચનો સંબંધમાં પ્રક્રિયા પૂરી થયા પછી 10 ડિસેમ્બરે અંતિમ મતદાર.દી પ્રસિદ્ધ કરાશે, એમ રાજ્ય ચૂંટણી કમિશનર યુ પી મદાને જણાવ્યું હતું.

કોરોનાના પ્રસાર પર આધાર:
દિવાળી પછી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તે અંકુશમાં રહે તે જાન્યુઆરી આખરમાં અથવા ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધી ચૂંટણીઓ લેવાની યોજના છે. અર્થાત કોરોના કેટલો નિયંત્રણમાં રહે છે તેની પર બધો આધાર રહેશે. દર્દી સંખ્યા વધે તો એપ્રિલ – મે સિવાય વિકલ્પ નહીં રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો