• Home
  • Lifestyle
  • Health
  • Pregnant women are at higher risk of coronavirus; should be wearing a handkerchief or mask when leaving the house.

CDC / પ્રેગ્નન્ટ મહિલાઓને કોરોનાવાઈરસનું જોખમ વધુ હોય છે, ઘરની બહાર જતા સમયે મોં પર રૂમાલ કે માસ્ક લગાવવું જોઈએ

Pregnant women are at higher risk of coronavirus; should be wearing a handkerchief or mask when leaving the house.

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 06:53 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)દ્વારા કોરોના વાઈરસને મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાઈરસને રોકવા માટે વૈશ્વિક સ્તરે જાગૃકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. કેટલાંક રાજ્યોમાં કોરોના વાઈરસના કારણે તાત્કાલિક અસરથી શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે. ઘણી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનથી લઈને સેન્ટ્રલ ફોર ડિસીઝ (CDC)એન્ડ પ્રિવેન્સનની તરફથી કોરોના વાઈરસથી બચવા માટે ઘણા પ્રકારની સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને સલાહનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

તે ઉપરાંત પ્રેગ્નન્ટ મહિલાઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે, પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફાર થાય છે. આ સ્થિતિમાં, ચેપ અને ફ્લૂ સરળતાથી થઈ શકે છે. કોરોના વાઈરસને લઈને પ્રેગ્નન્ટ મહિલાઓને સાવધાની રાખવાની જરૂરી છે.

પ્રેગ્નન્ટ મહિલાઓ આટલી બાબતોનું ધ્યાન રાખવું

  • CDCના જણાવ્યા પ્રમાણે, જો કે, પ્રેગ્નન્ટ મહિલાઓને કોરોના વાઈરસનું જોખમ વધારે છે કે નહીં તે અંહે પૂરતી માહિતી નથી. પ્રેગ્નન્ટ મહિલાઓએ ઘરની બહાર જતા સમયે મોઢા પર રૂમાલ અથવા માસ્ક લગાવવું.
  • ઉધરસ દરમિયાન મોં પર રૂમાલ રાખવો
  • ભીડભાડવાળી જગ્યાએ ન જવું. ઉપરાંત કોઈ વ્યક્તિ બીમાર છે તો તેને મળવાનું ટાળવું.
  • સમય સમય પર હાથ ધોવા. કંઈપણ ખાતા-પીતા પહેલા તમારા હાથ ધોઈ લેવા અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
  • જો તમારી પાસે રૂમાલ ન હોય તો, છીંક આવે ત્યારે તમે મોં અને નાક હાથથી ઢાંકી શકો છો
  • આ સાવધાનીને રાખતા સમયે વધારે હેરાન ન થવું અને ચિંતા ન કરવી કેમ કે, ગર્ભાવસ્થા દરમિયાન વધારે ચિંતા પણ બાળક માટે નુકસાનકાર સાબિત થઈ શકે છે.
X
Pregnant women are at higher risk of coronavirus; should be wearing a handkerchief or mask when leaving the house.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી