નવરાત્રિ / ચોટીલામાં 200 વર્ષથી માત્ર આઠમના દિવસે જ પ્રસાદ બને છે, આ વખતે 600 કિલો લાડુ તૈયાર કરાશે

Prasad is only made on the eighth day for 200 years in Chotila

  • મંદિરમાં ભેટ આવી હોય તેવી સામગ્રીનો પ્રસાદ માટે ઉપયોગ કરાય છે
  • આઠમના નોરતે દર્શનાર્થીઓને નિ:શુલ્ક અતિથિગૃહની પણ વ્યવસ્થા

Divyabhaskar.com

Oct 03, 2019, 12:18 PM IST

સુરેન્દ્રનગર: નવરાત્રિના નવ દિવસ માતાજીનાં પ્રસિદ્ધ નવ મંદિરની પ્રસાદીની વિશેષતા, રેસિપી, તેની રસપ્રદ વાતોની સિરીઝમાં પાંચમા નોરતે વાંચો ચોટીલાનાં ચામુંડા માતાના આઠમના વિશેષ પ્રસાદ વિશે...સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા રાજ્યનાં પ્રસિદ્ધ ચામુંડા માતાના યાત્રાધામમાં અન્ય મંદિરોની જેમ રોજ પ્રસાદ મળતો નથી, પરંતુ અહીં વર્ષમાં એક વાર શારદીય નવરાત્રીના આઠમના દિવસે જ પ્રસાદ અપાય છે. આ વખતે આઠમના દિવસ માટે 600 કિલો લાડુનો પ્રસાદ તૈયાર કરાશે. ખાસ વાત એ છે કે, મંદિરમાં ભેટ આવી હોય તે સામગ્રીઓનો આ પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવે છે. લાડુ માટેનું ઘી મંદિરની પાછળ બનાવેલા પાંજરાપોળની ગાયોના દૂધમાંથી બનતા ઘી તથા દાનમાં આવેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવે છે. નવરાત્રિના ચાર દિવસ સુધીમાં અહીં એક લાખથી વધુ લોકોએ માતાજીનાં દર્શન કર્યાં છે. જ્યારે માત્ર આઠમના દિવસે જ અહીં 50 હજાર ભાવિકો આવે તેવો અંદાજ છે.

આઠમે ટ્રસ્ટ દર્શનાર્થીઓને નિ:શુલ્ક જમાડશે
આઠમા નોરતે અહીં ટ્રસ્ટ ચૂરમાંના લાડુ, પરોઠા, ઊંધિયું, મગનું શાક દાળભાત, ભજિયાં, ચટણી જેવી વાનગીઓ દર્શનાર્થીઓને પ્રસાદરૂપે આપશે. ઉપરાંત દર્શનાર્થીઓને નિ:શુલ્ક અતિથિગૃહ પણ છે.

સમગ્ર પ્રસાદી ચૂલા પર જ તૈયાર કરવામાં આવે છે
સૌપ્રથમ ઘઉંનાં લોટમાં તેલ નાખીને ટોઠા બનાવાય છે. ત્યારબાદ તેનું ચૂરમું કરી યોગ્ય પ્રમાણમાં ગોળ અને ખાંડ મિશ્રિત કરો. હવે તેમાં ઘી મિશ્રિત કરી સ્વાદ મુજબ ડ્રાયફ્રૂટ નાખવામાં આવે છે. ત્યાર બાદ સમગ્ર મિશ્રણ ભેગું કરીને લાડુ વાળી દેવાય છે અને તેની પર ખસખસ નખાય છે.

પ્રસાદ સામગ્રી
10 મણ ઘઉં
8 મણ શુદ્ધ ઘી
10 મણ ગોળ
2 મણ ડ્રાયફ્રૂટ
1 મણ રવો
1 કિલો ખસખસ

X
Prasad is only made on the eighth day for 200 years in Chotila
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી