તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાહેરનામુ:ખેડા જિલ્લામાં પ્રસાદનું વિતરણ પેકેટમાં કરી શકાશે

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં પ્રસાદ વિતરણ અંગેની ગાઇડલાઇન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે અને તેનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં નવરાત્રિ દરમિયાન મંદિરો, નવરાત્રિની ઉજવણી તથા ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લી જગ્યાએ અગાઉથી તૈયાર કરેલો પ્રસાદ ફક્ત પેકેટમાં જ વિતરણ કરી શકાશે. પેક કર્યા સિવાયના ખુલ્લા પ્રસાદનું વિતરણ જિલ્લામાં ક્યાંય કરી શકાશે નહીં. આ ઉપરાંત પ્રસાદ વિતરણ કરનારે ફરજિયાત હેન્ડ ગ્લોઝ પહેરવાના રહેશે તથા આયોજક-સ્થળ સંચાલકે સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે મુજબની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તેમ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. સમગ્ર ખેડા જિલ્લામાં આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો