તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભાંડાફોડ:જામનગર GIDCના કારખાનામાંથી રૂપિયા 8 લાખની વીજચોરી ઝડપાઇ

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34 હજાર યુનિટ વાપરી લીધા હોવા છતાં બિલ ચૂકવ્યું ન હતું

જામનગરના જીઆઇડીસીમાં કારખાનેદારો દ્વારા કોર્મશિયલ જોડાણમાં પણ ઔધોગિક એકમની વીજળીનો વપરાશ કરી મોટા પાયે વીજચોરી થતી હોય છે.ત્યારે પીજીવીસીએલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગમાં વીજચોરી ઝડપી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.શહેરના જીઆઇડીસીમાંથી પીજીવીસીએલના ચેકિંગ દરમિયાન એક કારખાનામાંથી 8 લાખની વીજચોર ઝડપાઇ છે.

26 કિલો વોલ્ટની જ મંજુરી છતા 108.454 વોલ્ટ વાપરી વીજચોરી કરાતી હતી
જામનગરના જીઆઇડીસીમાં ભરતભાઇ કોઠીયા નામના ગ્રાહકે પોતાના કારખાનામાં કોર્મશિયલ વીજજોડાણમાં 26 કિલો વોલ્ટની જ મંજુરી હોવા છતા ગેરકાયદેસર 108.454 વોલ્ટની વીજળીનો વપરાશ કરી વીજતંત્રને લાખોની નુકશાની પહોંચાડતા હતા.જ્યારે 34000 યુનિટનું તો પેન્ડીંચ બિલ હતું.પીજીવીસીએલના ચેકિંગ દરમિયાન વીજચરો થતી હોવાનું ધ્યાને આવતા 8 લાખનો દંડ ફટકાર્યો હતો.મહત્વનું છે કે,જીઆઇડીસીમાં અનેક કારખાનેદારો ગેરકાયદેસર જોડાણ મેળવી લાખોની વીજચોરી કરી રહ્યા છે.ત્યારે પીજીવીસીએલની આ કાર્યવાહીથી વીજચોરી કરતા ગ્રાહકોમાં ભારે ફફડાટ જાગ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો