પોસ્ટર / અભિષેક બચ્ચન ‘ધ બિગ બુલ’માં હર્ષદ મહેતાના લુકમાં જોવા મળ્યો

poster release Abhishek Bachchan appeared as Harshad Mehta in 'The Big Bull'

Divyabhaskar.com

Jan 02, 2020, 02:15 PM IST

મુંબઈઃ અભિષેક બચ્ચન છેલ્લાં કેટલાંય સમયથી બોલિવૂડથી દૂર હતો. આ વર્ષે અભિષેક બચ્ચનની ત્રણ ફિલ્મ્સ રિલીઝ થવાની છે. હાલમાં જ અભિષેકે પોતાની આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મને અજય દેવગન પ્રોડ્યૂસ કરી રહ્યો છે.

પોસ્ટર રિલીઝ કરી આ વાત કહી
અભિષેક બચ્ચને સોશિયલ મીડિયામાં ‘ધ બિગ બુલ’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મની ટેગ લાઈન ‘એ માણસ, જેણે ભારતને સપના વેચ્યા’ એવી છે. પોસ્ટરમાં અભિષેક બચ્ચનનો ચહેરો એકદમ સ્પષ્ટ દેખાતો નથી. તેણે પોતાના હોઠ પર આંગળી મૂકી છે અને આંખો પર ચશ્મા, મૂંછ તથા આંગળીઓ પર વીંટીઓ પહેરી છે.

હર્ષદ મહેતાના જીવન પર આધારિત
અભિષેક બચ્ચનની આ ફિલ્મ હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના મોટી પાનેલીમાં જન્મેલા હર્ષદ મહેતાએ 1992મા ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’ સાથે ઠગાઈ કરી હતી. સ્ટોકસ સાથે ગેરરીતિ આચરીને રૂ.4999 કરોડનું કૌભાંડ કરી જનારા હર્ષદ મહેતા સામે 27 ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. મુંબઈ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે હર્ષદ મહેતાને ગુનેગાર ઠેરવ્યાં હતાં. 47 વર્ષની ઉંમરમાં હર્ષદ મહેતાનું હૃદયરોગથી નિધન થયું હતું. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એટલે કે વર્ષ 2001 સુધી તેમની પર કેસ ચાલતા હતાં. હર્ષદ મહેતાના કેસને કારણે ભારતીય બેંક પ્રણાલી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચાલતી પોલંપોલ ખુલી પડી હતી. શેરબજારમાં ગજબનાક સફળતા મળવાને કારણે હર્ષદ મહેતા ‘બિગ બુલ’ તરીકે પણ ઓળખાતા હતા. તેમનાથી પ્રેરાઈને સામાન્ય લોકો પણ શેરબજાર તરફ આકર્ષાયા હતા.

ત્રણ ફિલ્મ્સ રિલીઝ થશે
અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ ઉપરાંત અનુરાગ બાસુની ફિલ્મ ‘લુડો’ તથા દિયા અન્નપૂર્ણા ઘોષની ‘બોબ બિશ્વાસ’ આ વર્ષે રિલીઝ થવાની છે.

‘ધ બિગ બુલ’ બે ઓક્ટોબરે રિલીઝ થશે
અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ દિવસે અન્ય ત્રણ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ફરહાન અખ્તરની ‘તૂફાન’, વિકી કૌશલની ‘સરદાર ઉધમ સિંહ’ તથા જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ સામેલ છે.

હર્ષદ મહેતાના જીવન પરથી વેબ સીરિઝ પણ બની રહી છે
હંસલ મહેતા જર્નલિસ્ટ સુચેતા દલાલના પુસ્તક ‘ધ સ્કેમ’ પર આધારિત ‘સ્કેમ 1992’ વેબ સીરિઝ બનાવી છે. આ સીરિઝમાં પ્રતિક ગાંધીએ હર્ષદ મહેતાનો રોલ પ્લે કર્યો છે. આ સીરિઝના કુલ 10 એપિસોડ હશે.

X
poster release Abhishek Bachchan appeared as Harshad Mehta in 'The Big Bull'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી