ટીવી / લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે મરાઠીમાં લોન્ચ થશે

Popular comedy serial Taarak Mehta Ka Ooltah Chashmah To Be Launched In Marathi

Divyabhaskar.com

Dec 19, 2019, 02:52 PM IST

મુંબઈઃ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. હવે, આ સિરિયલ મરાઠીમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. અસિત મોદીની નીલા ફિલ્મ પ્રોડક્શન કંપનીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર અંત સુધીમાં આ સિરિયલ ફક્ત મરાઠી ચેનલ પર ‘ગોકુલધામચી દુનિયાદારી’ના નામથી પ્રસારિત કરવામાં આવશે. ઓરિજિનલ સિરિયલને મરાઠીમાં ડબ કરવામાં આવશે.

તેલુગુમાં પણ ચાલે છે
છેલ્લાં બે વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેલુગુ ભાષામાં ‘તારક મામા ઐય્યો રામા’ નામથી ટેલિકાસ્ટ થાય છે. આ સિરિયલના 600થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.

મરાઠી સબટાઈટલમાં સિરિયલ ચાલી
અસિત મોદીએ કહ્યું હતું કે શો મરાઠી સબટાઈટલ સાથે સારો ચાલ્યો હતો. તેથી જ તેમને વિશ્વાસ છે કે હવે આ સિરિયલ મરાઠીમાં પણ ચાલશે. વધુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ ફેમિલી એન્ટરટેઈન્મેન્ટ શો બનાવવા ઈચ્છે છે, જે પૂરો પરિવાર સાથે બેસીને જોઈ શકે. તેઓ હાલમાં ઓટીટી પ્લેટફોર્મ, ફિચર ફિલ્મ્સ તથા એનિમેશન પર પણ ફોકસ કરે છે. હાલમાં તેઓ મરાઠી દર્શકોનો પ્રતિભાવ જાણવા ઉત્સુક છે.

2008થી શો શરૂ થયો
આ શો 28 જુલાઈ, 2008થી શરૂ થયો છે અને શોના 2800 કરતાં વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ગયા છે. આ શોમાં સમાજને સ્પર્શતા મુદ્દાની વાત કરવામાં આવે છે.

X
Popular comedy serial Taarak Mehta Ka Ooltah Chashmah To Be Launched In Marathi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી