તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:સુરત જિલ્લામાં પ્રદૂષણ ઓકતા ગોળના કોલાઓ તંત્રની રહેમનજર હેઠળ ફરી શરૂ થવાની તૈયારીમાં

બારડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના તમામ નિયમો નેવે મૂકી ગોળના કોલા ધમધમે છે, રહીશોની અનેક ફરિયાદ છતાં વેપલો અટકતો નથી

સુરત જીલ્લામાં દર વર્ષે કોળના કારખાનાથી પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદો ઊઠે છે અને તંત્ર દ્વારા માત્ર નોટિશ આપી આગળ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે ચાલી વર્ષે ફરી ગોળના કારખાના ધમધમતા થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યાર યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે.સુરત જિલ્લાના મહુવા માંડવી જેવા તાલુકામાં મોટેભાગે ગોળ બનાવવાના કારખાના દર વર્ષે ગેરકાયદે ધમધમે છે અને કોઈ પણ જાતની મંજૂરી વિના પરપ્રાંતિ શ્રમજીવીઓને કામ કરવા માટે રાખવામા આવે છે

સાથે જ કોળના કારખાનાની ચીમનીની ઊંચાઈ માત્ર 12 ફૂટ જેટલી હોય છે જેને લીધે મોટી માત્રામાં પ્રદૂષણ ફેલાતું હોય છે. દર વર્ષે રહેણાક વિસ્તારમાં ચાલતા કારખાનાથી કંટાળી લોકો અનેક ફરિયાદો કરે છે પરંતુ કારખાના સંચાલકો પોતાની રાજકીય વગ વાપરી તંત્રની નોટિશનો અનાદર કરતાં આવ્યા છે ત્યારે ચાલુ વર્ષે પણ આવા કારખાનેદારોએ ગોયલ બનાવવા માટે કારખાના કાર્યરત કરવાની તૈયારીઓ પૂર જોશમાં આરંભી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આદિવાસી વિસ્તારમાં દેશી દારૂ બનાવવા માટેના અખાધ્ય ગોળનું ઉત્પાદન પણ આવા કારખાનેદારો બિન્દાસ્ત પણે બેરોક ટોક કરી રહ્યા છે ત્યારે પ્રદૂષણ ઓકતા ગોળના કારખાના શરૂ થાય એ પહેલાજ આવા કારખાના પર તંત્ર લાગામ લગાવે એવી લોક માંગ છે.

તંત્ર માત્ર દંડ જ વસૂલે છે
ઈંટના ભઠ્ઠામાં ચીમની લગાવવામાં ન આવી હોય ત્યારે તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાતું હોવાનું જણાવી ભઠ્ઠાના માલિકો પાસે માત્ર દંડ વશૂલી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગોળના કારખાનેદારો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નક્કર કાર્યવાહી હાથ ધરાશે
ગોળના કારખાના બાબતે આમતો પંચાયતે કાર્યવાહી કરવાની હોય છે છતાં હું યોગ્ય તપાસ કરાવી લઉં છુ અને જરૂર જણાય તો પંચાયતોને સૂચના આપી વધુ પ્રદૂષણ ફેલાવતા કારખાનેદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. > વિજય રબારી, પ્રાંત અધિકારી, બારડોલી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો