સન્માનિત / પોલેન્ડના ચર્ચમાં બિગ બીના પિતાનું સન્માન, અમિતાભે કહ્યું, તેમના આત્માને શાંતિ તથા પ્રેમ મળશે

Polish church: Amitabh Bachchan prays for his father

Divyabhaskar.com

Dec 16, 2019, 11:25 AM IST

વૉર્સોઃ અમિતાભ બચ્ચને હાલમાં જ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમના પિતા હરિવંશરાય બચ્ચનનું સન્માન થવાનું છે. પોલેન્ડના એક ચર્ચમાં અમિતાભના સ્વ. પિતા હરિવંશરાય બચ્ચનનું સન્માન કરવામાં આવ્યું હતું. અમિતાભે આ સેરેમનીની તસવીરો શૅર કરી હતી.

શું કહ્યું અમિતાભે?
અમિતાભે તસવીરો શૅર કરીને કહ્યું હતું, યુરોપ, પોલેન્ડના આ સૌથી જૂના ચર્ચમાંથી એક છે. અહીંયા બાબુજી માટે પ્રાર્થના યોજાઈ. આ ક્ષણ ઘણી જ ભાવુક કરનારી હતી. તેમના આત્માને શાંતિ મળશે. બિશોપ તથા પોલેન્ડના લોકોનો આ સન્માન માટે ઘણો જ આભાર. અમિતાભે બ્લોગમાં આ ચર્ચને લઈ કહ્યું હતું કે આ ચર્ચ 300 વર્ષ જૂનું છે અને લાકડામાંથી બનાવવામાં આવેલું છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ શહેર 85 ટકા નષ્ટ પામ્યું હતું પરંતુ આ ચર્ચને કોઈ જ નુકસાન થયું નહોતું.

આ પહેલાં આ ટ્વીટ કરી હતી
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને કોઈક શહેરમાં પિતાનું સન્માન કરવામાં આવશે, તેને લઈ ટ્વીટ કરી હતી.

‘ચેહરે’નું શૂટિંગ પૂરું કર્યું
સ્લોવાકિયામાં અમિતાભ બચ્ચન-ઈમરાન હાશ્મીએ ‘ચેહરે’ ફિલ્મનું લાસ્ટ શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. અહીંયા અમિતાભે માઈનસ 14 ડિગ્રીમાં શૂટિંગ કર્યું હતું અને તેને લઈ તેમને ટ્વીટ પણ કરી હતી.

આવતા વર્ષે આ ચાર ફિલ્મ્સ રિલીઝ થશે
અમિતાભ બચ્ચનની આવતા વર્ષે ચાર ફિલ્મ્સ રિલીઝ થવાની છે, જેમાં ‘ચેહરે’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘ઝૂંડ’ તથા ‘ગુલાબો સિતાબો’નો સમાવેશ થાય છે. ‘ચેહરે’માં અમિતાભ બચ્ચન પહેલી જ વાર ઈમરાન હાશ્મી સાથે કામ કરશે. ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ છે. ‘ગુલાબો સિતાબો’માં આયુષ્માન ખુરાના છે. ‘ઝૂંડ’માં અમિતાભ બચ્ચન ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે.

X
Polish church: Amitabh Bachchan prays for his father
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી