કચ્છ / અંજારમાં મહિલા પોલીસ કર્મીના કન્ડક્ટર પતિએ ગળે ફાંસો ખાધો

police woman husband committed suicide in anjar

  • ડ્યુટી પુરી કરીને આવ્યા બાદ ઘરે જ પગલું ભર્યું, છેલ્લું સ્ટેટસ આવજો મુક્યું
  • અંજાર પોલીસ લાઇનમાં બનેલા આ બનાવમાં કારણ અકબંધ

Divyabhaskar.com

Jan 16, 2020, 09:23 AM IST
ગાંધીધામઃ અંજારની મહિલા પોલીસ કોન્સ્ટેબલના એસ.ટી. કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા પતિએ અગમ્ય કારણોસર ગળે ફાંખો ખાઇ લીધો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે, જો કે, કયા કારણોસર આ અંતિમ પગલું ભરી લીધું તેનું કારણ હજી પણ અકબંધ છે.
અંજાર પોલીસ મથકે વુમન એ.આર. તરીકે ફરજ બજાવતા રેખાબેન કુરશીભાઇ રબારીએ આ બાબતે પોલીસને કરેલી જાણમાં તેમણે નોંધાવ્યું છે કે,પોલીસ લાઇનમાં રહેતા તેમના રૂમ પાર્ટનર અંજાર પોલીસ મથકે મહિલા કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા પવનબા મોહનજી ચૌહાણના પતિ કિરણસિંહ લક્ષ્મણસિંહ હડિયોલે ગત રાત્રે 12 વાગ્યાથી સવારે 7.30 વાગ્યા દરમીયાન રૂમમાં ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું છે.
મૃતક કીરણસિંહ અંજાર એસટી ડેપોમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેમણે કરેલી માંગ મુજબ તેમને છેલ્લી ડ્યુટી સંતરામપુરની અપાઇ હતી જે પુરી કરી તેઓ પોલીસલાઇનમાં ઘરે આવ્યા હતા અને ત્યાર બાદ આ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે. પોતાની છેલ્લે ફરજ પુર્ણ કરી મોબાઇલમાં આવજો એમ લખી પોસ્ટ કર્યું હોવાનુ પણ જણાયું છે. કયા કારણોસર આ પગલું તેમણે ભરી લીધું તે બાબતે પોલીસે તપાસ આદરી છે.
X
police woman husband committed suicide in anjar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી