તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પોલીસ: નિર્દોષોને પકડીશું નહીં; ચર્ચા: પહેલા પકડો તો ખરા, સાચું કોર્ટ નક્કી કરશે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુર્લભભાઈને આત્મહત્યા માટે મજબુર કરનારા આરોપીઓ પૈકી રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સવાણીની જિલ્લા પોલીસે અટકાયત કરી હતી. તેની માહિતી આપતા માટે રેંજ આઈજી એસ.પાંડિયા રાજકુમારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં તેમણે જણાવ્યુ હતું કે ‘જે આરોપીઓ નિર્દોષ હશે તેને નહીં પકડીશું.’ તેમજ તેઓએ એમ પણ કહ્યું હતું કે, ‘દુર્લભભાઈને રાંદેર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે એવા આક્ષેપ ફરિયાદમાં છે એ પણ તપાસ કરવાની છે કે દુર્લભભાઈને બોલાવતા હતા કે તેઓ જાતે પોલીસ સ્ટેશને જતા હતાં.’

નિર્દોષ હશે તેને પકડાશે નહીં એવું રેંજ આઈજીએ કહ્યું હતું પરંતુ અહીં સવાલ એ થાય છે કે પોલીસનું કામ પુરાવાઓ શોધવાના છે કે નિર્દોષ કોણ છે તે શોધવાનું છે. ખરેખર પોલીસનું કામ ધરપકડ કરીને કોર્ટમાં પોતાનો પક્ષ રાખવાનું છે કોર્ટ નક્કી કરશે કે દોષી કોણ છે અથવા નિર્દોષ કોણ છે. સ્વાભાવિક છે કે દુર્લભભાઇને ત્રાસ અપાતો હતો એટલે જ તેઓ આપધાત કરવા માટે મજબુર બન્યા હતાં. આ વિશેની સીસીટીવી પણ પીઆઇ બોડાણા જે ફાર્મ હાઉસમાં કોરોન્ટાઇન થયો હતો ત્યાં મળ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો