તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હત્યાનું રાઝકારણ:હિરેન પટેલ હત્યા કેસની ગુંચ ઉકેલવા પોલીસ મ.પ્ર. રવાના

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇરફાન બીસ્તીને પકડવા સ્થાનિક પોલીસની મદદ
  • ત્રણે આરોપીઓની હિસ્ટ્રી મેળવવામાં આવશે

ઝાલોદમાં કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપી જીપની ટક્કર મારીને હત્યા કરવાના ગુનામાં પોલીસે ઝાલોદના સ્થાનિક અજય કલાલ,ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા અને મધ્ય પ્રદેશના મોહમ્મદ સમીર અને સજ્જનસિંહ ઉર્ફે કરણ ચૌહાણની ધરપકડ કરીને તેમના 22મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ આખુ ષડયંત્ર મધ્ય પ્રદેશમાં રચાયુ હતુ ત્યારે પોલીસ આ હત્યાની ગુંચ ઉકેલવા માટે મધ્ય પ્રદેશ જવા માટે રવાના થઇ છે. ઉજ્જૈન જિલ્લાના મહિદપુરના સમીર અને સજ્જનસિંહની ક્રાઇમ હિસ્ટ્રીની તપાસ સાથે આ હત્યામાં હજી કોનો-કોનો હાથ હોઇ શકે છે તેની તપાસ સાથે મધ્ય પ્રદેશ ગયેલી પોલીસ આરોપીઓના ઘરની ઝડતી પણ લેશે તેવું જાણવા મળ્યું છે. ગુનામાં સામેલ ઇરફાન નામક એક યુવક પણ ફરાર છે ત્યારે તેને પકડવા માટે ત્યાંની સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવશે.

ઝાલોદ નગરમાં 42 સીસીટીવી કેમેરા યુદ્ધના ધોરણે શરૂ કરાયા
ઝાલોદમાં પાલિકાના કાઉન્સિલર હિરેનભાઈ પટેલની હત્યા બાદ પોલીસ વિભાગ આખો હરકતમાં જોવા મળી રહ્યો છે. નગરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરુ કરી હતી. લૂંટ અને ચોરી સહિતની અન્ય ઘટનાઓ પર રોક લગાવવામાં માટે નગરમાં 42 જેટલા સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી કેટલાંક કેમેરા બંધ થઇ ગયા હતાં. કેમેરા બંધ હોવાથી હત્યા કેસની તપાસમાં પોલીસને તકલીફ વેઠવી પડી હતી. પુન: કાર્યાન્વિત કરીને આ તમામ સીસીટીવી કેમેરાનો સર્વેલન્સ રૂમ પોલીસ ખાતે રાખવામાં આવ્યો છે. હવે પોલીસની નગરના તમામ વિસ્તારો પર ચાંપતી નજર રહેશે.

ચાર ટીમે પ્રશ્નોતરી માટે ચારેને વહેંચી લીધા
ઝાલોદના હિરેન પટેલ હત્યા કેસમાં ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, અજય કલાલ સહિત ચાર આરોપીઓ 22મી સુધીના રિમાન્ડ પર છે ત્યારે તેમની ઘનિષ્ઠ પુછપરછ ચાલી રહી છે. આરોપીઓ મોઢુ ખોલતા ન હોવાથી પોલીસે પુછપરછ માટે 4 ટીમો બનાવી છે. આ ચારે ટીમોએ આરોપીઓ વહેંચી લીધા છે તેમની જુદી-જુદી પુછપરછ કરાઇ રહી છે. એક ટીમ એક આરોપીની પુછપરછ કરી લે પછી બીજી ટીમ તે જ આરોપી પાસે અન્ય પ્રશ્નો લઇને જાય છે. આમ ચારે ટીમ વારાફરતી ચારે આરોપીને જુદી-જુદી રીતે ઇન્ટ્રોગેટ કરે છે. સોંકડો સવાલોના ચક્રાવામાં ઘેરીને આરોપીને થાપ ખવડાવવા માટે પોલીસે રણનીતિ ઘડી છે અને તે થોડી સફળ પણ થઇ હોવાનું લાગી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો