લખનૌ / યોગીની પોલીસે મારું ગળું દબાવ્યું: પ્રિયંકા, ભાજપે કહ્યું પ્રિયંકા ગાંધીની નૌટંકીની ટીકા થવી જોઈએ

પ્રિયંકા ગાંધી રિટાયર્ડ આઇપીએસ અધિકારીને મળવા માગતા હતાં પરંતુ પોલીસે રોકી દીધા

  • પ્રિયંકા ગાંધી શનિવારે સાંજે લખનૌમાં CAA વિરુદ્ધ પ્રદર્શનમાં ધરપકડ પામેલા 2 પૂર્વ IPS અધિકારીઓને મળવા જઇ રહ્યા હતાં
  • પ્રિયંકાએ કહ્યું- મને સુરક્ષા કારણોનો હવાલો આપીને પોલીસે રસ્તામાં રોકી, આ SPG નહીં પરંતુ યૂપી પોલીસનો મુદ્દો છે]
  • યુપી: ધરપકડ કરાયેલા નિવૃત્ત આઈપીએસના ઘરે જતાં પ્રિયંકાને પોલીસે રોક્યાં

Divyabhaskar.com

Dec 29, 2019, 11:04 AM IST

લખનૌ: કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ઉત્તર પ્રદેશ પોલીસ પર ગળું દબાવવાનો અને ધક્કો મારીને પાડવાનો આરોપ લગાવ્યો છે. પ્રિયંકા ગાંધી ગયા અઠવાડિયે સીએએ વિરુદ્ધ હિંસક દેખાવો વખતે ધરપકડ કરાયેલા આઈપીએસ ઓફિસર એસ.આર. દારાપુરીને મળવા લખનઉની મુલાકાતે હતા. જોકે, પોલીસે તેમનો કાફલો અધવચ્ચે જ રોક્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, પોલીસની ગાડી અચાનક આવી, તેથી હું બહાર આવીને ચાલવા લાગી તો એક મહિલા પોલીસે મારું ગળું દબાવીને મને ધક્કો માર્યો હતો.

જ્યારે પ્રિયંકા રિટાયર્ડ IPS સદક ઝફરને ન મળી શક્યા તો તેઓ પ્રદર્શન દરમિયાન ધરપકડ પામેલા અન્ય પૂર્વ IPS એસ.આર.દારાપુરી સાથે મુલાકાત કરવા ગયા. તેમને રોકવામાં આવતા પ્રિયંકાએ કહ્યું કે મને સુરક્ષાના કારણોનો હવાલો આપીને રોકવામાં આવી. આ એસપીજીનો મુદ્દો નથી પરંતુ ઉત્તરપ્રદેશ પોલીસનો મુદ્દો છે.

દેશભક્તિના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે પરંતુ અવાજ બુલંદ રાખીશું- પ્રિયંકા
આ પહેલા પ્રિયંકાએ કોંગ્રેસના 135મા સ્થાપના દિવસે પાર્ટી મુખ્યાલયમાં કહ્યું કે સીએએ અને એનઆરસીના વિરોધમાં બીજી પાર્ટીઓ ખુલીને નથી બોલતી, તે સરકારથી ડરી રહી છે. દેશભક્તિના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યાં છે પરંતુ અમે ડરવાના નથી. એકલા પણ રહીશું તો પણ અવાજ બુલંદ કરીશું. જે દેશભરમાં એનઆરસીની ચર્ચા ફેલાવે છે, આજે કહે છે કે તેના પર કોઇ ચર્ચા થઇ નથી. આ દેશ તમને ઓળખી રહ્યો છે, તમારી કાયરતાને ઓળખી રહ્યો છે અને તમારા જુઠ્ઠાણાથી કંટાળી ગયો છે.

હિંસામાં મોતને ભેટેલા અથવા ધરપકડ થયેલા પ્રદર્શનકારીઓને પ્રિયંકા મળી રહી છે
પ્રિયંકા અત્યારે ઉત્તરપ્રદેશના પ્રવાસે છે જ્યાં તે હિંસામાં ધરપકડ પામેલ અથવા માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને મળી રહી છે. છેલ્લા રવિવારે તેમણે બિજનૌરમાં એક પ્રદર્શનમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીના પરિવારો સાથે મુલાકાત કરી. તે અચાન બિજનૌરના નહટૌર પહોંચ્યાં અને અનસ અને સુલેમાનના ઘરે જઇને પરિવારના લોકો સાથે વાત કરીને સાંત્વના આપી. બન્ને યુવક અચાનક ભડકેલી હિંસા દરમિયાન ગોળીના શિકાર થયા હતા. તેમણે બાદમાં કહ્યું કે મૃતક યુવકોના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ FIR દાખલ કરાવવા માગતા હતા પરંતુ પોલીસે તેમના પર જ FIR કરવાની ધમકી આપી છે. બિજનૌરમાં હિંસાની ન્યાયિક તપાસ થવી જોઇએ.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી