મુંબઈ / પોલીસે આદિત્ય પંચોલી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધ્યો

Police register case against Aditya Pancholi

  • પોલીસે બોલિવુડની એક અભિનેત્રીના નિવેદનના આધાર પર મામલો નોંધ્યો
  • અગાઉ અભિનેત્રીએ કહ્યું હતું કે પંચોલીએ 17 વર્ષની ઉંમરમાં યૌન શોષણ કર્યું હતું 

Divyabhaskar.com

Jun 27, 2019, 07:40 PM IST

બોલિવુડ ડેસ્કઃ મુંબઈ પોલીસે આદિત્ય પંચોલીની સામે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે. પોલીસે બોલિવુડની એક એકટરના નિવેદનના આધારે આ મામલો નોંધયો છે. જોકે વર્સાેવા પોલીસનું કહેવું છે કે આ કેસ 10 વર્ષ જૂનો છે, આ કારણે તેમાં પુરાવા એકત્રિત કરવા અને તપાસ કરવામાં થોડી મુશ્કેલી પડશે. કેસ નોંધીને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.

પંચોલીએ ઘણી વાર દુષ્કર્મ કર્યું: અભિનેત્રીએ તેની ફરિયાદમાં કહ્યું છે કે આદિત્ય પંચોલીએ તેની સાથે ઘણીવાર દુષ્કર્મ કર્યું છે. અગાઉ પણ અભિનેત્રીએ પંચોલીની વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી હતી. અગાઉ અભિનેત્રીએ કહ્યું હતું કે પંચોલીએ તેનું યૌન શોષણ 17 વર્ષની ઉંમરમાં કર્યું હતું. પંચોલી છેલ્લી વાર 2015માં બાજીરાવ મસ્તાની ફિલ્મમાં જોવા મળ્યો હતો.

X
Police register case against Aditya Pancholi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી