તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સાયણની સગીરાના અપહરણમાં પોલીસે 20 દિવસ બાદ ગુનો નોંધ્યો

ઓલપાડ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

20 દિવસ પહેલા થયેલા સાયણની સગીરાના અપહરમાં પોલીસે આખરે ગુનો નોંધ્યો છે.ઘટનાની હકીકત મુજબ 1 નવેમ્બર સુધી સાયણ ગામમાં અને હાલ સુરત ખાતે રહેતા મૂળ જુનાગઢના વતનીની મોટી દીકરી પ્રેમિલા ઉ.વ ૧૬.૯ [પાત્રનું નામ બદલ્યું છે] જે હાલ સાયણ હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી હોય, ગત તારીખ ૧-૧૧-૨૦૨૦ ના રોજ વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પરિવારના સભ્યો ઘરમાં સુતેલા હતા, ત્યાર ૬ વાગ્યે માતા પિતા ઉઠીને જોતા દીકરી ઘરમાં હાજર ન મળતા ઘરની આજુ બાજુમાં અને તેની બહેનપણીઓને પૂછતાછ કરવા છતાં કોઈ પતો લાગેલો નહી.

બાદ 1 નવેમ્બરની બપોરે નયનાબેનના મોબાઈલ પર એક પ્રેમીલા એ ફોન કરી મને સોધતા નહી તેમ કહી ફોન ફોન મૂકી દીધા બાદ તેનો ટેલીફોનીક સંપર્ક થયેલ નહી. જયારે આજથી ૫ મહિના પહેલા મોબાઈલ પર કોઈ છોકરા સાથે ફોન પર વાત કરતા પકડાઈ જતા તેને છોકરા વિશે પૂછતા તે યુવકનું નામ જણાવતા માતા પિતાએ સમજાવવા જતા તેણે ધમકી આપતા કહેલું કે મારા તમારી દીકરી સાથે પ્રેમ સંબંધ છે. તમે તેના મારી સાથે લગ્ન કરાવી દેવ નહી તો હું તેને ભગાડી ને લઈ જવા જણાવ્યું હોવાથી. પ્રેમીલાનું અપહરણ થયા બાદ યુવકના ઘરે તપાસ કરતા યુવક ઘરેજ હોય, તે પ્રેમિલા વિશે કઈ જાણતો ન હોવાનું કહેતા પરિવાર સભ્યોએ તેની શોધખોળ ચાલુ રાખતા ૨૦ દિવસ થવા છતાં પ્રેમિલાનો કોઈ અતો પતો ન લાગતા અંતે ઓલપાડ પોલીસે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ અપહરણનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો