તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:13.89 લાખની લૂંંટની તપાસ માટે પોલીસ મહારાષ્ટ્ર પહોંચી

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુમાડ પાસે ડ્રાઇવરને બેભાન કરી ટ્રક લૂંટી હતી

મહારાષ્ટ્રના ભીવંડીથી રૂ. 13.89 લાખના ઇલેક્ટ્રોનિક્સના સામાન ભરેલી ટ્રકની દુમાડ દુમાડ ચોકડી પાસેથી થયેલી લૂંટમાં ટ્રકના ડ્રાઈવરને લૂંટારુઓએ મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે નાખી દીધો હતો. જેથી સમા પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર જવા રવાના થઈ છે.ભીવંડી ખાતેથી ફ્લિપકાર્ટના ઇલેક્ટ્રોનિક્સ સામાનના પાર્સલ લઈ એક ટ્રક વડોદરા આવ્યો હતો. ડ્રાઇવર રાજકુમાર ચંદ્રપાલ દુમાડ ચોકડી નજીક આવતા કારમાં આવેલા ત્રણ જેટલા અજાણ્યા શખ્સો પૈકીના એકે રૂમાલ સુધાડી બેભાન કર્યો હતો. ત્યારબાદ ટ્રકની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ ડ્રાઇવરને મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે નાખી ફરાર થયા હતા. બનાવ સંદર્ભે સમા પોલીસે લૂંટ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. આ બનાવની તપાસ માટે સમા પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના અક્કલકુવા જવા રવાના થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો