તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જયેશ પટેલને પરત આવવા મજબૂર કરવા પોલીસનો પ્લાન

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજોગો કેવી રીતે નિર્માણ કરી શકાય કે જયેશ પટેલ શરણાગતિ સ્વીકારી લે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિચારણા
  • તપાસનીશ અધિકારી અને એસઆેજીના અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા તપાસની ગતિ મંદ પડી જવા પામી

જામનગરમાં ભારે ચર્ચાના ચાંકડે ચડેલા જયેશ પટેલ ગેંગમાં પોલીસ ગુપ્તરાહે આગળ વધી રહી છે ત્યારે હવે એવો તખતો ગોઠવવામાં આવી રહ્યો છે કે જેથી મજબૂરીથી જયેશ પટેલે શરણાગતિ સ્વીકારીને પોલીસ સામે હાજર થાય તેવા સંજોગો કેવી રીતે નિર્માણ કરી શકાય તે દિશામાં પોલીસ વિચારી રહી છે. બીજી બાજુ તપાસની ગતિ તહેવારોના કારણે થોડી મંદ પડી છે જે આગામી દિવસોમાં ગતિ પકડે તેવી પૂરી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં જયેશ પટેલ અને તેની ગેંગ દ્વારા ચલાવવામાં આવતા જમીન કૌભાંડો અને ખંડણી ઉઘરાવવાના પ્રકરણો પોલીસ દ્વારા બહાર પાડી જયેશ પટેલ સહિત 14 શખસો સામે ગુજસીટોક કાયદાનો અમલ કરાવી 11 શખસોને જેલ હવાલે કરાવ્યા બાદ હજુ 3 શખસો જેમાં જયેશ પટેલ, રમેશ અભંગી અને સુનિલ ચાંગાણી ફરાર છે તેની શોધખોળ પોલીસ દ્વારા ગુપ્તરાહે ચાલી રહી છે. પોલીસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જયેશ પટેલને પરત કેવી રીતે લઈ આવી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટેનું પ્લાનીંગ ચાલી રહ્યું છે જે મુજબ એવા સંજોગોનું નિર્માણ થાય કે, જયેશ પટેલને શરણાગતિ સ્વીકારવી પડે. જયેશ પટેલ પોલીસના હાથમાં આવે તો પ્રકરણ પૂર્ણ થાય અને તમામ ભેદોનો પર્દાફાશ થાય, તહેવારોને અનુલક્ષીને તપાસની ગતિ મંદ પડી હતી જે હવે ફરી ગતિ પકડશે અને જયેશ પટેલ સાથે સંકળાયેલા વ્હાઈટ કોલર વધુ નામો સામે આવે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીને મળવાની મુખ્યમંત્રીની ના
જયેશ પટેલ ગેંગ સાથે સંકળાયેલા જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા એક ઉચ્ચ અધિકારીનું નામ જયેશ પટેલના ગેંગ સાથે જોડાતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા આ અધિકારી સામે ગુપ્તરાહે પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે અને યોગ્ય સમયે તેનો પર્ફાદાશ થાય તેની વચ્ચે પોતાના પર પોલીસનો સકંજો મજબૂત બની રહ્યો હોવાની જાણ થતાં જ આ ઉચ્ચ અધિકારી દ્વારા પોતાના કોન્ટેક્ટ શોધીને મુખ્યમંત્રી સુધી મળવાની પેરવી કરી હોવાનું જાણવા મળે છે, પરંતુ મુખ્યમંત્રીને મળવાના બે વખતના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને મુખ્યમંત્રીએ અધિકારીને મળવાની ચોખી ના પાડી દીધી હોવાનું જાણવા મળે છે.

ઘરોબો ધરાવતા વ્યકિતઓ કેસમાં ફીટ થતાં નથી : પોલીસ મુંઝવણમાં
જયેશ પટેલ સાથે અનેક લોકોને ઘરોબો પાેલીસ તપાસમાં સામે આવ્યો છે, જે લોકોના નિવેદનો લઇને પોલીસે જવા દેવા પડયા છે. કારણ કે, આ લોકો ગુજસીટોક કાયદા હેઠળ આવતા નથી તેમજ જો તેમને લેવામાં આવે તો કોર્ટમાં પોલીસની ફજેતી થાય, જેના લીધે પોલીસ પણ મુંઝવણમાં છેકે, આવા લોકોને કેવી રીતે સંકજામાં લઇ શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો