તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સરકારી ચોખા વેચવાના કૌભાંડમાં પુરવઠા વિભાગ પર પોલીસની મીટ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2350 કિલો ચોખા સાથે એકને પકડી પાડ્યો હતો

આજી જીઆઇડીસી મેઇન રોડ પર પેટ્રોલિંગ કરી રહેલી ક્રાઇમ બ્રાંચની ટીમે એક શંકાસ્પદ જણાતા સામાન ભરેલા બોલેરોને અટકાવ્યો હતો. ચાલકની પૂછપરછ કરતા તે ભોમેશ્વર વાડી-4માં રહેતો રવિ જવાભાઇ ધોળકિયા હોવાનું કહ્યું હતું. જ્યારે બોલેરોમાં ચોખાનો જથ્થો હોવાનું કહ્યું હતું. ચોખાના જથ્થા અંગે યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે રૂ.94 હજારના કિંમતના 2350 કિલો ચોખાના 47 બાચકા તેમજ બોલેરો મળી કુલ રૂ.2.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા રવિ ધોળકિયાની વિશેષ પૂછપરછ કરતા તે બે મહિનાથી દિનેશભાઇ નીચાણીના બોલેરોમાં વાહનના ચાલક તરીકે નોકરી કરે છે. દરમિયાન દિનેશભાઇએ પોતાને રામનાથપરા-1માં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વાળા બદરૂદ્દીન વિરાણીને ત્યાંથી ચોખા ભરવા જવા કહ્યું હતું. જેથી પોતે ત્યાં જતા જાહીદ વિરાણી હાજર હોય તેને બાચકામાં ભરેલા ચોખા પ્લાસ્ટિકના કટામાં ભરી 47 બોરી વાહનમાં રખાવી હતી. ચોખાનો જથ્થો વાહનમાં મૂકી દીધા બાદ દિનેશભાઇને ફોન કરતા આ ચોખાનો જથ્થો ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચાડવાનું કહ્યું હતું. જેથી તે ગોંડલ જઇ રહ્યો હતો તે સમયે પોલીસ સકંજામાં આવી ગયાની કેફિયત આપી હતી. કબજે કરેલા ચોખા રાશનકાર્ડ ધારકોને સસ્તા ભાવે વિતરણ કરવાના હોય તેને બદલે બારોબાર વેચી નાખવાના હોવાનું જાણવા મળ્યું હતું. સરકારી ચોખાનું કૌભાંડ ખૂલતા પોલીસે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી હતી. પુરવઠા વિભાગની તપાસ અને રિપોર્ટ બાદ ગુનો નોંધાશે તેમ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવીએ જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો