લખનઉ / પ્રિયંકા ગાંધીને લઈ જતા કોંગ્રેસના નેતાની સ્કૂટીને ટ્રાફિક પોલીસે 6100 રૂપિયાનું ચલણ આપ્યું

પોલીસે અટકાવતા પ્રિયંકા ગાંધી સ્કૂટી પર બેસી દારાપુરીના પરિવારને મળવા ગયા હતાં
પોલીસે અટકાવતા પ્રિયંકા ગાંધી સ્કૂટી પર બેસી દારાપુરીના પરિવારને મળવા ગયા હતાં

  • રાજસ્થાનના ધારાસભ્ય ધિરજ ગુર્જર પ્રિયંકાને સ્કૂટી પર બેસાડી ભૂતપુર્વ IPS દારાપુરીના ઘરે લઈ ગયા હતાં
  • લખનઉ ટ્રાફિક પોલીસે જે સ્કૂટીનું ચલણ આપ્યુ છે તે રાજદીપ સિંહના નામ પર રજિસ્ટર્ડ છે

Divyabhaskar.com

Dec 29, 2019, 08:19 PM IST

લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને શનિવારે સાંજે સ્કૂટી પર બેસાડીને નિવૃત્ત IPS અધિકારી દારાપુરીના ઘરે લઈ ગયા હતા તેમને લખનઉ ટ્રાફિક પોલીસે રૂપિયા 6100નું ચલણ આપ્યું છે. આ સ્કૂટી રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય ધિરજ ગુર્જર ચલાવી રહ્યા હતા.

પોલીસના મતે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાથી રૂપિયા 2500, હેલમેટ વગર ગાડી ચલાવવા બદલ રૂપિયા 500, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂપિયા 300, ખરાબ નંબર પ્લેટ અથવા ફોલ્ટી નંબર પ્લેટ રાખવા બદલ રૂપિયા 300 અને ખોટી રીતે ગાડી ચલાવવા બદલ રૂપિયા 2500નું ચલણ આપવામાં આવ્યું છે.

દારાપુરીના ઘરે જતી વખતે પોલીસ સાથે વિવાદ થયો હતો

શનિવારે સાંજે પ્રિયંકા ગાંધીએ લખનઉની મુલાકાત લીધી હતી. પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પ્રિયંકાનો આરોપ છે કે તે નિવૃત IPS અધિકારી દારાપુરીના પરિવારને મળવા માટે ઘરે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. પ્રિયંકાનું કહેવું છે કે પોલીસ એ નક્કી કરી શકી ન હતી કે હું ક્યાં જાઉં છું. પોલીસ સાથે બોલાચાલી બાદ તે એક સ્કૂટી પર બેસીને દારાપુરીના ઘરે પહોંચી હતી.

X
પોલીસે અટકાવતા પ્રિયંકા ગાંધી સ્કૂટી પર બેસી દારાપુરીના પરિવારને મળવા ગયા હતાંપોલીસે અટકાવતા પ્રિયંકા ગાંધી સ્કૂટી પર બેસી દારાપુરીના પરિવારને મળવા ગયા હતાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી