વડોદરા / નવલખી દુષ્કર્મ કેસ, 53 દિવસ બાદ પોલીસે કોર્ટમાં બંને આરોપીઓ વિરુદ્ધ 1500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી

દુષ્કર્મ કેસના બંને આરોપીઓની ફાઇલ તસવીર
દુષ્કર્મ કેસના બંને આરોપીઓની ફાઇલ તસવીર

  • ગત 29 નવેમ્બરના રોજ નવલખી મેદાનમાં સગીરા પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટના બની હતી
  • ઘટના 10માં દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી હતી
  • પોલીસે ચાર્જશીટમાં 20 પંચ સહિત 98 સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો

Divyabhaskar.com

Jan 22, 2020, 09:29 PM IST

વડોદરાઃ નવલખી મેદાનમાં સગીરાનું અપહરણ કર્યા બાદ સામૂહિક બળાત્કાર કરવાના કેસમાં પોલીસે આરોપીઓ સાથે કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. રાવપુરા પોલીસે 29 નવેમ્બર-2019ના રોજ નોંધેલી એફ.આઇ.આરમાં પોક્સો સહીતની વિવિધ કલમો દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 2 ડિસેમ્બરના રોજ વધુ કેટલીક કલમો ઉમેરવામાં આવી હતી. ગત તા. 8 ડિસેમ્બરના રોજ સગીરા પર બળાત્કાર ગુજારનાર બંને આરોપીઓ કિશન અને જશાને પોલીસે ઝડપી લીધા બાદ તા. 9 ડિસેમ્બરના રોજ વધુ કેટલીક કલમો ઉમેરવામાં આવી હતી.

પોલીસે 1500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી
મંગળવાર તા. 21 જાન્યુઆરી-2020ના રોજ પોલીસ વિભાગ દ્વારા કોર્ટમાં રિપોર્ટ કરી આ ગુનામાંથી આઇપીસી 325, 376 (ડી) તેમજ પોક્સો એક્ટ કલમ 5(જી), (એચ),(આઇ), (એલ) કમી કરવા તેમજ પોક્સો 6(1) તથા આઇપીસી 394નો ઉમેરો કરવા વિનંતી કરી હતી. જો કે, પોલીસે કરેલા રિપોર્ટ સામે જવાબ રજૂ કરવા માટે બચાવ પક્ષના વકીલ અલપેશ ચૌહાણે કોર્ટ પાસે સમય માગતા કોર્ટે આજે લેખિતમાં જવાબ આપાવ માટે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે આજે કોર્ટમાં 1500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે.

X
દુષ્કર્મ કેસના બંને આરોપીઓની ફાઇલ તસવીરદુષ્કર્મ કેસના બંને આરોપીઓની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી