તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દર્શન:જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની વણસેલી સ્થિતિ સુધારવા પોલીસ વડા ચામુંડા માના શરણે

ચોટીલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીના બીજા નોરતે ચામુંડા માતાને કચ્છી વસ્ત્રોનો શણગાર કરાયો.
  • પોલીસ અધિકારીઓએ દર્શન કરી માને ધજા ચડાવી, કોરોના સામે રક્ષણ માંગ્યું

ચોટીલા ચામુંડા માતાજીના ધામે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓએ દર્શન કરી માતાજીનું પુજન, મંદિરે ધ્વજારોહણનો લાભ લીધો હતો. જ્યારે કોરોના મહામારી દુર થાય, જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે માટે પ્રાર્થના કરી હતી.

ચોટીલા ડુંગરપર સુરેન્દ્રનગર જિલ્લા પર પોતાનુ અતુલ્ય વાત્સલ્ય વરસાવતા આદ્યશક્તિ ચામુંડામાંનો નવરાત્રીના પ્રથમ નોરતાની પરોઢે જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઇ બગડીયાની આગેવાનીમાં નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા, આર.બી.દેવધા, પી.કે.પટેલ, એચ.પી.દોશી, લીંબડી ડિવીઝન ભુતપુર્વ નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.બસીયા, એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, એસઓજી પીઆઇ બી.એમ.રાણા, ચોટીલા પીઆઇ બી.કે.પટેલ સહિત પોલીસ સ્ટાફ ટીમે દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સામાન્ય નાગરીકોની જેમ ડુંગર ચઢાણ કરી પોલીસ ટીમે માં ચામુંડાના દર્શન કરી, ધ્વજારોહણ કરી, માતાજીની પુજા કરી હતી. જ્યારે વિશ્વમાંથી કોરોના મહામારી દુર થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુમેળે જળવાઇ રહે માટે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની જનતા માટે કોરોના વોરીયર તરીકે કામ કરતા કર્મીઓ તથા લોકોની સુખાકારી જાળવવા માતાજીની કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના સાથે મહંતના આશીર્વાદ લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો