તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નવસારીમાં કોરોના સંક્રમણ અટકાવવા પોલીસ પણ મેદાને

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીનું સંક્રમણ છેલ્લા બે દિવસથી વધવાને પરિણામે નવસારી પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે અને જાહેર માર્ગો ઉપર માસ્ક વગર રખડતા લોકો સામે દંડ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પોલીસ ફૂટ પેટ્રોલિંગ તેજ કર્યું છે અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકોને જાગૃત રહેવા અપીલ પણ કરી છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતનાં અન્ય જિલ્લામાં પણ તકેદારી રાખવા તંત્ર સજ્જ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ સેમ્પલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા પણ કોરોના મહામારીનું સંક્રમણ ન વધે તે માટે તકેદારીનાં ભાગરૂપે પગલાં લેવાની જાહેરાત કરવા સાથે અમલમાં પણ મૂકી દીધુ છે.

નવસારી જિલ્લા પોલીસ પણ કોરોના જાગૃતિ અને તેનું સંક્રમણ અટકાવવા માસ્ક વગર જાહેરમાં ફરતા લોકો સામે દંડનું શસ્ત્ર ઉગામ્યું છે. મોડી સાંજે પોલીસ દ્વારા રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં નવસારી શહેર પોલીસની ટીમ દ્વારા મોડી સાંજે કોરોના સંક્રમણ ઘટાડવા માટે માસ્ક પહેરીને લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે પગલા લઈ રહ્યા છે. જયારે હાલમાં જિલ્લામાં માસ્ક ન પહેરનારા દૈનિક 150થી વધુ લોકો દંડાઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે પોલીસ પણ કડક પગલાં લઈ રહી છે અને દરરોજ સાંજે ફૂટ પેટ્રોલિંગ કરી તમામ લોકો ઉપર નજર રાખી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે પોલીસ સજજ છે: નવસારીમાં કોરોનાનાં સંક્રમણ ન વધે તે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે ભીડવાળી જગ્યાએ જઈને લોકોને સમજણ આપીએ છીએ અને જેઓએ જાહેર જગ્યા પર ફરતા હોય અને માસ્ક ન પહેરેલુ હોય તેમને દંડ કરવાની કામગીરી કરીએ છીએ. જાહેરનામાનો ભંગ ન થાય તે માટે કડક પાલન કરાવવાની કામગીરી પોલીસ કરાવી રહી છે. નવસારીમાં 21મી નવેમ્બરે 21 લોકોને જાહેરમાં માસ્ક ન પહેરેલુ હોય તેમની સામે દંડનીય કાર્યવાહી કરી હતી. દરરોજ સાંજે જાહેર માર્ગ પર જાહેરનામાનાં કડક પાલન માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નવસારી શહેરમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે નવસારી પોલીસ સજ્જ છે. - એચ.આર.વાઘેલા, પીઆઈ, નવસારી ટાઉન પોલીસ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો