• Home
  • Lifestyle
  • Travel
  • PM to give Inauguration to Kashi Mahakal Express on February 16, this will be the third private train in the country

રેલવે / વડાપ્રધાન મોદીએ કાશી-મહાકાલ એક્સપ્રેસને લીલીઝંડી આપી, આ દેશની ત્રીજી પ્રાઈવેટ ટ્રેન હશે

  • IRCTC દ્વારા સંચાલિત આ ટ્રેનને ઈન્દોરથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવશે
  • 20 ફેબ્રુઆરીથી મુસાફરો માટે નિયમિત સંચાલન શરૂ કરવામાં આવશે

Divyabhaskar.com

Feb 16, 2020, 02:47 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ત્રીજી પ્રાઈવેટ ટ્રેન છે, જે ઈન્દોરથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવશે. આ ટ્રેનને કાશી મહાકાલ એક્સપ્રેસના નામથી દોડાવવામાં આવશે. 16 ફેબ્રુઆરીએ રવિવારે ત્રણ જ્યોતિર્લિંગ-બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી કાશી મહાકાય એક્સપ્રેસને વડાપ્રધાન મોદીએ લીલીઝંડી બતાવી હતી. આ હમસફર ક્લાસની વિશેષ ટ્રેન છે. યાત્રામાં દરમિયાન મુસાફરોને ભક્તિમય માહોલ મળે તે માટે તેમાં ભજન-કીર્તન પણ વગાડવામાં આવશે. બોગીની ગતિવિધી પર નજર રાખવા માટે સીસીટીવીને ‘લાઈન મોનીટરિંગ સિસ્ટમ’ સાથે જોડવામાં આવ્યા છે. ટ્રેનમાં 9 એસી-થ્રી કોચ, પેન્ટ્રીકાર, 2 બ્રેકવાન કોચ રહેશે. જરૂર મુજબ તેની સંખ્યા વધારાશે. ટ્રેનમાં તેજસની જેમ ક્રૂ મેમ્બર યુવતીઓ નહીં હોય. ટ્રેનનું નિયમિત સંચાલન 20 ફેબ્રુઆરીથી શરૂ થશે.

  • દરેક કોચમાં 5 સુરક્ષા કર્મચારી હશે, કુલ 1080 બેઠકો હશે. ટ્રેનનું ઓછામાં ઓછું ભાડું 1629 રૂપિયા છે
  • આ ટ્રેન વારાણસીથી અઠવાડિયાના બે દિવસ મંગળવાર અને ગુરુવારે દોડશે. તે લખનઉ, કાનપુર, બીમા, ભોપાલ, ઉજ્જેન થઈને ઈન્દોર પહોંચશે.
  • ટ્રેનમાં તેમાં ખાણી-પીણી માટે રૂ.300 ચૂકવવાના રહેશે. દેરક બોગીમાં કોફી અને ચા માટેના વેન્ડિંગ મશીન રહેશે. તેના માટે પૈસાની ચૂકવણી કરવાની રહેશે નહીં.
  • ઇંદોરથી આ ટ્રેન બુધવારે અને શુક્રવારે ઉપડશે. તે ઉજ્જેન, સંત હિરદારામ નગર (ભોપાલ), બીના, કાનપુર અને લખનઉ થઈને વારાણસી પહોંચશે.
  • વારાણસી-ઇંદોર વાયા અલ્હાબાદ-કાનપુર ટ્રેન રવિવારે દોડશે. સોમવારે ઈન્દોર પહોંચશે.
  • દર સોમવારે ઈન્દોર, ઉજ્જેન, સંત હિરદારામ નગર, બીમા, કાનપુર, થઈને વારાણસી પહોંચશે.

70 ટકા સીટો બુક થયા બાદ ભાડું 10 ટકા, 90 ટકા સીટો બુક થવા પર 20 ટકા વધશે
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આ ટ્રેન માટે બુકિંગ શરૂ કરી દીધુ છે. ટ્રેનમાં ડાયનામિક ફેર રહેશે. એટલે કે, 70 ટકા સીટો પેક થયા બાદ પ્રત્યેક સિટનું ભાડું 10 ટકા વધશે. 90 ટકા કરતા વધારે સીટો બુક થયા બાદ ભાડું 20 ટકા વધશે. દરેક મુસાફરને 10 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ મળશે. ટ્રેનમાં માત્ર શાકાહારી ભોજન જ મળશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી