તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હીઃ દેશમાં શનિવારે કોરોના વાઈરસના વધુ ત્રણ નવા કેસ સામે આવ્યા છે. લદાખમાં 2 અને તામિલનાડુમાં 1 વ્યક્તિને ચેપ હોવાને સમર્થન મળ્યું છે. આ સાથે દેશમાં કોરોના વાઈરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 34ની થઈ ગઈ છે. આ ઉપરાંત ઇટાલીથી પંજાબ પરત ફરેલા બે લોકોમાં શનિવારે પ્રાથમિક તપાસમાં કોરોનાના પોઝિટિવ રિપોર્ટ છે. બંનેને અમૃતસરની ગુરુનાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરાનાના વધતાં કેસો વચ્ચે કહ્યું છે કે લોકો અફવાથી દૂર રહે. માત્ર ડૉક્ટરની સલાહ માનો. જાતે ડૉક્ટર બનશો નહીં. મોદીએ કહ્યું કે સમગ્ર દુનિયા નમસ્તેની ટેવ પાડી રહી છે. કોઈ કારણસર આપણે તેને છોડી દીધી છે તો હવે હાથ મિલાવવાને બદલે નમસ્તેની ટેવ ફરી પાડો. તેમણે આ રોગના સામના માટે ચાલતી તૈયારીની સમીક્ષા પણ કરી હતી. જમ્મુ વહીવટી તંત્રએ પોતાને ત્યાં દાખલ બે દર્દી કોરોનાથી પીડિત હોવાની મજબૂત આશંકા જણાવી છે. આથી જમ્મુ, સામ્બા અને શ્રીનગરમાં પ્રાથમિક શાળા 31 માર્ચ સુધી બંધ કરી દેવાઈ છે.
દારૂ પીવાથી કોરોનાથી બચવાની વાત અફવા
દરમિયાનમાં ઇઝરાયલે કહ્યું છે કે તેમને કોરોના વાઈરસની રસી શોધી કાઢી છે અને 90 દિવસમાં બજારમાં રજૂ કરીશું. તો બીજીબાજુ ડબલ્યુએચઓએ કહ્યું છે કે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજમાં એવો દાવો કરાય છે કે દારૂ પીવાથી કોરોનાથી બચી શકાય છે. આ તદ્દન ખોટી વાત છે. શરીર પર આલ્કોહોલ કે ક્લોરિંગ છાંટવાથી શરીરમાં પ્રવેશી ચૂકેલો વાઈરસ મરતો નથી.
આ મહિને તાજમહલ બંધ રાખો: આગ્રા મેયર
એ.એસ.આઈ.એ તાજમહલમાં વિદેશી પર્યટકોનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું છે. બીજીબાજુ આગ્રાના મેયરે કેન્દ્ર સરકારને પત્ર લખી વિનંતી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી તાજમહલ બંધ કરવામાં આવે. દિલ્હીમાં 174 સ્મારકો જોવા માટે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ટિકિટોનું વેચાણ 50 ટકા સુધી ઘટી ગયું છે.
વાઈરસથી બચવા વિશ્વભરમાં પ્રયાસોઃ અમેરિકાની સિલિકોન વેલીની હાલત બંધ જેવી થઈ ગઈ છે. એપલ, ફેસબુક, ટ્વિટર સહિત અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. સીએટરથી લઈ લંડન સુધીની ઘણી ઓફિસ બંધ કરી દેવાઈ છે.
કુવૈત: ભારત સહિત 7 દેશની ફ્લાઈટ બંધઃ કુવૈતે ભારત સહિત બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ, શ્રીલંકા, સીરિયા, લેબેનોન, ઇજિપ્તની ફ્લાઈટ બંધ કરી છે.
ગુજરાતમાં અત્યાર સુધી 45 કેસ નોંધાયા
ગુજરાતમાં અત્યાર સુધીમાં 45 જેટલા કેસ નોંધાયા છે. જો કે આ તમામ કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વિદેશથી પરત ફરતાં રાજ્યના લોકોમાં ખાસી, શરદીના લક્ષણો જોવાતા તેમની તપાસ અલગથી કરાઈ રહી છે. હવે એરપોર્ટ પર પણ થર્મલ સ્કેનર લગાવવાની દરખાસ્ત છે. ઘણી ઇન્ટરનેશનલ ફ્લાઈટ પણ ઘટાડી દેવાઈ છે અથવા રદ કરી દેવાઈ છે.
700 જિલ્લાઓમાં જનઔષધિ કેન્દ્રોની શરૂઆત થઈ ચૂકી છે
ભારતના 728 જિલ્લાઓમાંથી 700 જિલ્લામાં જનઔષધિ કેન્દ્રોની શરૂઆત થઈ ચૂકી છે. હાલ 6200 જન-ઔષધી કેન્દ્રોના માધ્યમથી ઘણી બીમારીઓની દવાઓ અને ચિકિત્સા ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 1થી 7 માર્ચની વચ્ચે જનઔષધિ સપ્તાહ આયોજિત કરવામાં આવે છે.
મોદીએ ટ્વિટ કર્યુંઃ હું આવા તમામ લોકો સાથે વાતચીત માટે ઉત્સાહિત છું, જેમને સસ્તા ભાવે દવાઓ મળી છે. આ સિવાય ઘણા સ્ટોર માલિકો આત્મનિર્ભર પણ બન્યા છે. આ કારણે જ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના વિશેષ છે.
An interaction I eagerly look forward to!
— Narendra Modi (@narendramodi) March 7, 2020
Citizens who got access to affordable medicines.
Store owners who became self-reliant.
This is why the Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana is special.
Do join live at 11 this morning... #JanJanTakJanAushadhi https://t.co/xYCAyRajoO
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.