• Home
  • International
  • PM Modi says We are going up in economy, come to India if you want to invest in startups

ન્યૂયોર્ક / PM મોદીએ કહ્યું- અમે અર્થવ્યવસ્થામાં ઉપર જઇ રહ્યા છીએ, સ્ટાર્ટઅપમાં રોકણ કરવા ઇચ્છતા હો તો ભારત આવો

PM Modi says - We are going up in economy, come to India if you want to invest in startups
PM Modi says - We are going up in economy, come to India if you want to invest in startups

  • ‘ભારત સરકાર મોટા અને આકરા નિર્ણયો લેવામાં પાછળ નથી, અમે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો’
  • ‘અમે લગાતાર ગરીબીને હરાવી રહ્યા છીએ,તેમની ખરીદવાની ક્ષમતા વધી રહી છે ’
  • ‘અમારો મિડલ ક્લાસ એક બહુ મોટો વર્ગ છે જે આશાઓથી ભરેલો છે અને તેમનો દ્રષ્ટિકોણ વૈશ્વિક છે’

Divyabhaskar.com

Sep 25, 2019, 08:09 PM IST

ન્યૂયોર્ક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં બુધવારે દુનિયાભરના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતમાં રોકાણના હકારાત્મક પરિબળો ગણાવતા તેમણે ઇન્વેસ્ટર્સને કહ્યું કે તમારી આશાઓ અને અમારા સપના પૂર્ણ રીતે મળે છે. તમારી ટેક્નોલોજી અને અમારી સ્કિલ દુનિયાને બદલી શકે છે.

તેમણે કહ્યું, ‘‘ભારત સરકાર મોટા અને આકરા નિર્ણયો લેવામાં પાછળ નથી. અમે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો. અમે લગાતાર ગરીબીને હરાવી રહ્યા છીએ. તેમની ખરીદવાની ક્ષમતા વધી રહી છે. તેઓ લગાતાર અર્થવ્યવસ્થાના પગથિયા પર ઉપર ચઢી રહ્યાં છે. ’’
મોદીએ કહ્યું, ‘‘ અમારો મિડલ ક્લાસ એક બહુ મોટો વર્ગ છે જે આશાઓથી ભરેલો છે અને તેમનો દ્રષ્ટિકોણ વૈશ્વિક છે. જો તમે સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માગતા હો તો ભારતમાં આવો. અમારી આધારભૂત સંરચના વધી રહી છે. મેટ્રો, રેલવે, રસ્તાઓ અને એરપોર્ટમાં અપાર સંભાવનાઓ છે અને જો તમે રોકાણ કરવા માગતા હો તો ભારત આવો. ’’

100 લાખ કરોડ રૂપિયા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે

મોદીએ કહ્યું- અમે અમારા રક્ષાનું ક્ષેત્ર ખોલ્યું છે જેવું પહેલા ક્યારેય નથી થયું. જો તમે ભારતમાં અને ભારત માટે બનાવવા માગતા હો તો અહીં આવો. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર જેટલું અમારી સરકાર રોકાણ કરી રહી છે એટલું પહેલા ક્યારેય કોઇએ નથી કર્યું. આવનારા વર્ષોમાં 100 લાખ કરોડ રૂપિયા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા જઇ રહ્યા છીએ.

દેશને 5 ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવી છે

મોદીએ જણાવ્યું- સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ખર્ચો કરવામાં આવશે. ભારતે એક મોટું લક્ષ્ય રાખ્યું છે. દેશને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું છે. અમે સરકારમાં આવ્યા ત્યારે દેશની ઇકોનોમી લગભગ 2 ટ્રિલીયન ડોલરની આસપાસ હતી. છેલ્લા પાંચ વર્ષમાં અમે તેમાં એક ટ્રિલીયન ડોલર જોડી દીધા છે. આ મોટા ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે અમારી પાસે ક્ષમતા છે, સાહસ છે અને પરિસ્થિતિઓ પણ અમારી સાથે છે.

દેશમાં પોલિટિકલ સ્ટેબિલીટી ઘણા દાયકા બાદ આવી

મોદીએ કહ્યું- આજે ભારતની ગ્રોથના ચાર મુખ્ય ફેક્ટર છે જે એકસાથે આ દુનિયામાં મળનારું દુર્લભ કોમ્બિનેશન છે. ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ અને ડિસાઇસિવનેસ. પહેલા ફેક્ટરની વાત કરું તો આવી પોલિટિકલ સ્ટેબિલીટી ઘણા દાયકાઓ બાદ આવી છે. આ પરિસ્થિતિમાં રોકાણની સુરક્ષા અને વિકાસનો ભરોસો આપમેળે મળે છે.

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ બન્યું

પ્રધાનમંત્રીએ કહ્યું- જેમ જેમ ભારતની ખરીદવાની ક્ષમતા વધી રહી છે તે પ્રમાણે ડિમાન્ડ પણ વધી રહી છે. ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ બની ગયું છે. આજે જે વાત ભારતને વિશેષ બનાવે છે તે નિર્ણય લેવાની ક્ષમતા છે. છેલ્લા પાંચ વર્ષમાં આખા ભારતમાં એકીકૃત અને પારદર્શી વ્યવસ્થાઓ બનાવવા પર ધ્યાન દેવામાં આવ્યું છે. ટેક્સનું જે જાળુ હતું તે હવે જીએસટીના રૂપમાં માત્ર એક જ ટેક્સની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

370 મિલિયન લોકોને બેન્કિંગથી પહેલી વખત જોડવામાં આવ્યાં

મોદીએ કહ્યું- ITR અને ટ્રેડિંગને આસાન બનાવવા માટે અમે કામ કર્યું. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ બનાવ્યો. ખૂબ ઓછા સમયમાં 370 મિલિયન લોકોને બેન્કિંગથી પહેલી વખત જોડવામાં આવ્યા. ખૂબ ઓછા સમયમાં 370 મિલિયન લોકોને બેન્કિંગથી પહેલી વખત જોડવામાં આવ્યા છે. ભારતના લગભગ દરેક નાગરિક પાસે યુનિક આઇડી અને મોબાઇલ ફોન અને બેન્ક અકાઉન્ટ છે. તેનાથી ટારગેટેડ ડિલિવરીમાં સ્પીડ આવી , લિકેજ બંધ થયું અને પારદર્શકતા વધી છે

હવે ગરમાગરમ અને આકરા મિજાજ સાથે સમાચાર દેવા જરુરી બની ગયા

મોદીએ કહ્યું- અમારા દેશમાં એક ઘટના બની હતી. કંધારમાં એક પ્લેન હાઇજેક થયું હતું. એ સમયે ઇલેક્ટ્રોનિક મીડિયા અને ટીવી નવા નવા આવ્યા હતા. તેમણે નાગરિકોની ખરાબ સ્થિતિને એવી રીતે દર્શાવી કે આતંકવાદીઓના ઇરાદા મજબૂત થઇ ગયા. ત્યારબાદ ટીવી વાળાઓએ પોતે મીટિંગ કરી અને આત્મનિરિક્ષણ કર્યું કે તેમનાથી શું ભૂલો થઇ. હવે સ્પર્ધા વધી ગઇ છે, ગરમાગરમ સમાચાર અને આકરા મિજાજ સાથે સમાચાર આપવા જરુરી બની ગયા છે.


સોશિયલ મીડિયા લોકતંત્રનો શક્તિશાળી સ્તંભ

મોદી પ્રમાણે સોશિયલ મીડિયા લોકતંત્રનો શક્તિશાળી સ્તંભ છે. પરંતુ દૂર્ભાગ્યથી તેનો નેગેટિવ ઉપયોગ થઇ રહ્યો છે. અમુક મીડિયા હાઉસે ફેક ન્યૂઝ ઉજાગર કરવાનું કામ શરુ કરી દીધુ છે. તેનાથી સ્થિતિ સુધરશે. હવે ફોરવર્ડ કરવાની ફેશન છે તેને લઇને કોઇ ઉપાય લાવવો પડશે. હું પોતે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છું અને મને તેના ફાયદા પણ મળે છે.

તેમણે જણાવ્યું કે દૂરના ગામડામાં કોઇ ઘટના વિશે મને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળે તો એક્શન કરાવડાવું છું. ગુડ ગવર્નન્સ માટે જે સૂચના નીચેથી આવવી જોઇએ તેના માટે સોશિયલ મીડિયા ખૂબ મોટી તાકાત છે. સૂચના માટે સોશિયલ મીડિયા એક બહુ સારુ ટૂલ છે.

ગ્રાઉન્ડ લેવલ પર જઇ વ્યવસ્થાઓમાં સુધારો કર્યો

મોદીએ કહ્યું- અમે ગ્રાઉન્ડ લેવલ પર જઇને વ્યવસ્થાઓમાં સુધારો કર્યો છે, નિયમોને સરળ કર્યા છે. પહેલા વિજળીનું કનેક્શન લેવા માટે ઉદ્યોગોને કેટલાય મહિનાઓ લાગતા હતા, હવે અમુક દિવસોમાં જ કનેક્શન મળી જાય છે. કંપની રજીસ્ટ્રેશન કરવા માટે કેટલાય અઠવાડિયા લાગતા હતા હવે અમુક કલાકોમાં આ કામ થઇ જાય છે.

રોકાણકારોનો ભરોસો વધ્યો છે અને તેઓ ભારતમાં આવી રહ્યા છે

છેલ્લા પાંચ વર્ષમાં આ બદલાવ આવ્યો છે તેનું ઉદાહરણ છે કે 286 બિલિયન FDI 5 વર્ષમાં આવી છે. ગત 20 વર્ષમાં થયેલા વિદેશી રોકાણનો આ 50 ટકા છે. અમેરિકાએ જેટલું ગત દાયકામાં ભારતમાં રોકાણ કર્યું તેનું 50 ટકા પાછલા પાંચ વર્ષમાં થયું છે. એક વધુ રસપ્રદ વાત એ છેકે 90 ટકા વિદેશી રોકાણ ઓટોમેટિક રૂટથી થયું છે. રોકાણકારોનો ભરોસો વધ્યો છે અને તેઓ ભારતમાં આવી રહ્યા છે.

પૃથ્વી આપણી માતા છે, આપણને તેના શોષણનો અધિકાર નથી

ક્લાયમેન્ટ ચેન્જ પર મોદીએ કહ્યું- અમે આ વિષય પર પ્રતિબદ્ધ છીએ. ભારતની જે લાઇફસ્ટાઇળ છે તે દુનિયા માટે મોટું ઉદાહરણ છે. અમે સિદ્ધાંતને માનનારા લોકો છીએ અને મૂળભૂત એક સિદ્ધાંત છે કે આ પૃથ્વી અમારી માતા છે. અમને તેનું શોષણ કરવાનો અધિકાર નથી. ભારત મૂળભૂત રીતે આ ચિંતનથી જોડાયેલો છે. અહીં નીડનું સ્થાન છે પણ ગ્રીડનું સ્થાન નથી. માનવીય વ્યવહારને સુધારવો પડશે અને આપણે પ્રકૃતિ સાથે જોડીને ચાલવાની આદત બનાવવી પડશે

450 ગીગાવોટનું લક્ષ્ય

મોદીએ કહ્યું- અમે સમયથી આગળ ચાલી રહ્યા છીએ। અમે 120 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જીનું કામ પૂરુ કરી લીધુ છે. મેં 450 ગીગાવોટનું લક્ષ્ય હવે નક્કી કર્યું છે. તેના માટે ઘણા પગલા ભર્યા છે. અમારી કોશિષ છે કે તેના માટે જે જરુરી સંભાવનાઓ છે તેના પર ભાર દેવામાં આવે. એક પડકાર ન્યૂક્લિયર એનર્જીનો પણ છે. અમને ફ્યૂઅલની જે સુવિધા હોવી જોઇએ તે મળતી નથી.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકને પ્રતિબંધિત કરવા માટે અભિયાન ચલાવ્યું

ક્લાયમેન્ટ ચેન્જ સાથે બીજો વિષય જોડાયેલો છે જે પાણીનો છે. અમે જલજીવન મિશન શરુ કર્યું છે. અમે ઇચ્છીએ છીએ કે જરુરિયાત પ્રમાણે અમારી નદીઓને પુનર્જીવિત કરે, અને તેના પર ભાર આપી રહ્યા છીએ. સિંગલ યૂઝ પ્લાસ્ટિકને પ્રતિબંધિત કર્યું છે અને તેના માટે અભિયાન ચલાવ્યું છે. 2 ઓક્ટોબરના ગાંધીજયંતિના અવસર પર મોટું અભિયાન ચલાવવામાં આવશે.

X
PM Modi says - We are going up in economy, come to India if you want to invest in startups
PM Modi says - We are going up in economy, come to India if you want to invest in startups

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી