બાપુ પર ચર્ચા / વડાપ્રધાન મોદીની ફિલ્મી હસ્તીઓને દાંડી, સ્ટેચ્યૂ આૅફ યુનિટી જવા અપીલ

કિંગ ખાન, મિ. પરફેક્શનિસ્ટની મોદી સાથે સેલ્ફી
કિંગ ખાન, મિ. પરફેક્શનિસ્ટની મોદી સાથે સેલ્ફી

  • વડાપ્રધાનના નિવાસે આમિર, શાહરુખ સહિતની ફિલ્મી હસ્તીઓની ગાંધીજીના વિચારો અંગે ચર્ચા કરી
  • બાપુના વિચારના પ્રસાર માટે મોદીના પ્રયાસની પ્રશંસા

Divyabhaskar.com

Oct 20, 2019, 10:51 AM IST
નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના વર્ષને અનુલક્ષીને આમિર, શાહરુખ, કંગના, રાજકુમાર હીરાની અને આનંદ એલ. રાય સહિત કળા અને સિનેમા જગતની ઘણી હસ્તીઓએ શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે ગાંધીજીના વિચારો અંગે ચર્ચા કરી અને ગાંધીજી સાથે જોડાયેલા કાર્યક્રમો બાબતે સૂચનો કર્યા. આ દરમિયાન મોદીએ ફિલ્મ જગતની હસ્તીઓને દાંડીમાં બનેલા ગાંધી મ્યૂઝિયમની મુલાકાત લેવા અપીલ કરી. તેમણે કહ્યું કે, તમારે બધાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી નિહાળવા પણ જવું જોઇએ, જ્યાં દેશ-દુનિયામાંથી લોકો આવે છે. ગાંધીજીના વિચારો સાદગીના પર્યાય અને વ્યાપક છે. વડાપ્રધાને એમ પણ જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોના પ્રચાર-પ્રસાર માટે ફિલ્મ અને ટીવી જગતના લોકો શાનદાર કામ કરી રહ્યા છે. રચનાત્મકતાની ક્ષમતા ઘણી વધુ છે. દેશમાં તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
અમે આ દિશામાં કંઇક કરવાનો પ્રયાસ કરીશું: આમિર ખાન
શાહરુખ, આમિર, કંગના અને એકતા કપૂરે વીડિયો મેસેજમાં મોદીની આ પહેલના વખાણ કર્યા છે. આમિર ખાને કહ્યું કે, ‘બાપુના વિચારોનો પ્રચાર કરવા ક્રિએટિવ લોકો તરીકે અમે ઘણું બધું કરી શકીએ છીએ. હું પીએમને ખાતરી આપું છું કે અમે આ દિશામાં કંઇક કરવાનો પ્રયાસ કરીશું.’ શાહરુખે જણાવ્યું કે, ‘મહાત્મા ગાંધીના વિચારોને લઇને અમને બધાને એક મંચ પર લાવવા બદલ હું વડાપ્રધાનનો આભાર માનું છું. મારું માનવું છે કે આપણે દેશ-દુનિયાને ફરી એક વાર ગાંધીજીના વિચારોથી પરિચિત કરાવવા જોઇએ.’ આમિર-શાહરુખનો એક વીડિયો પણ પીએમઓના ટિ્વટર એકાઉન્ટ પર શૅર કરાયો, જેમાં બન્ને અભિનેતા પીએમ મોદીની પહેલની સરાહના કરી રહ્યા છે. કંગનાએ કહ્યું કે મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારે મહત્ત્વ આપ્યું છે.
કિંગ ખાન, મિ. પરફેક્શનિસ્ટની ‘નમો’ સાથે સેલ્ફી
ગાંધીજીની 150મી જન્મજયંતીના વર્ષ નિમિત્તે આમિર ખાન, શાહરુખ ખાન અને કંગના રનૌત સહિતની કળા-સિનેમા જગતની હસ્તીઓએ ગાંધીજીના વિચારો અંગે શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ચર્ચા કરી અને ગાંધીજી સાથે જોડાયેલા કાર્યક્રમો બાબતે સૂચનો કર્યા. ત્યાર બાદ શાહરુખ-આમિર વડાપ્રધાન સાથે સેલ્ફી લેતા દેખાયા.
X
કિંગ ખાન, મિ. પરફેક્શનિસ્ટની મોદી સાથે સેલ્ફીકિંગ ખાન, મિ. પરફેક્શનિસ્ટની મોદી સાથે સેલ્ફી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી