તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શારજાહના યાત્રીઓને 14 દિવસ હોટલ જેવા કોરોન્ટાઇન વોર્ડમાં રખાશે, રેલવેએ પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયાની કરી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રતલામ ડિવિઝન દ્વારા રેલવે સ્ટેશન પર અપાતી પ્લેટફોર્મ ટીકિટના ભાવ પાંચ ગણા વધારી દેવાયા છે જે સુરતમાં પણ લાગુ પડશે.
  • વીર નર્મદ યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં 500 બેડનો કોરોન્ટાઇન વોર્ડ યુદ્ધના ધોરણે તૈયાર કરાયો
  • 14 દિવસ ઓબ્ઝર્વેશન બાદ લક્ષણો જણાય તો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાશે

સુરતઃ આજથી ફ્લાઈટ મારફતે શારજાહ થી સુરત આવતા તમામ પ્રવાસીઓને 14 દિવસ માટે કોરોન્ટાઈન કરાશે. યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ માટે વ્યવસ્થા કરાઇ છે. બોયઝ હોસ્ટેલના 4 બિલ્ડિંગો પૈકી 2 બિલ્ડીંગ હાલ પાલિકાએ મે‌‌ળવ્યા છે. જેમાં 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. શારજાહ થી આવનારા તમામ પ્રવાસીઓને 14 દિવસ સુધી અહીં ફરજિયાત ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો તે વ્યક્તિને સિવિલ અથવા સ્મીમેર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. કેન્દ્રમાંથી જે ટ્રાવેલ એડવાઇઝરી આવી છે તે મુજબ 18મીથી સવારે 6:30 વાગ્યા પછી જે મુસાફરો વિદેશથી આવે છે તેમને 14 દિવસ સુધી કોરેન્ટાઇન વોર્ડમાં રખાશે. મંગળવારે રાત્રે જે મુસાફરો આવશે તેમને ઘરે જ રહેવા માટે અને રોજેરોજ ચેક કરાશે. મંગળવાર રાતની ફ્લાઇટમાં આવેલા કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ દેખાય તો તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવાની વ્યવસ્થા કરાઈ હોવાનું પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યું હતું.

પ્રવાસીઓને ખાવા-પીવાથી લઇ સાબુ-નેપકિન પણ અપાશે
પાલિકાના આરોગ્ય અધિકારી ડો. પી.એચ. ઉમરીગરે જણાવ્યું હતું કે શારજાહ થી આવતી તમામ ફ્લાઈટમાં આવતા પ્રવાસીઓને બુધવારથી સમરસ હોસ્ટેલમાં કોરન્ટાઈન કરવામાં આવશે. ત્યાં 14 દિવસ સુધી પ્રવાસીઓને પ્રાથમિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ જો કોઈ શંકાસ્પદ લક્ષણ જણાય તો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત: કોરોન્ટાઇન વોર્ડમાં જે લોકો રહેશે તેમની નજીક અન્ય કોઇ વ્યક્તિ ન પહોંચે અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે યુનિવર્સિટીમાં બનાવેલા કોરોન્ટાઇન વોર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરાઇ છે. 

પ્લેટફોર્મ ટિકિટના 50 રૂપિયા કર્યાં
કોરોના વાઈરસની અસર ભારતમાં વધી રહી છે ત્યારે રેલવે વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સ્ટેશન પર લોકોના ટોળાં એકઠાં ન થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોને લેવા અને મુકવા આવતાં લોકોની સંખ્યા ઘટાડવા માટે રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ ટીકિટના 50 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ ટીકિટના ભાવ વધારો 17મી માર્ચના મધરાતથી અમલી બનીને અનિશ્ચિત કાળ માટે લાગુ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

દેશભરમાં નિયમ અમલી બનશે
સુરત રેલવે સ્ટેશનના પીઆરઓ ખીમજી મીણીએ જણાવ્યું હતું કે, દેશના રતલામ સહિતના ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ ટીકિટનો ભાવ વધારો આજથી અમલી કરી દેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર આજ (મંગળવાર)મધરાતથી રૂપિયા 10ની જગ્યાએ 50 રૂપિયા પ્લેટફોર્મ ટીકિટના રૂપિયા કરી દેવામાં આવશે. જેથી કોરોના ઈફેક્ટ વચ્ચે રેલવે સ્ટેશન પર લોકોની સંખ્યાને ઘટાડી શકાય. રેલવે સ્ટેશન પર આ ભાવ વધારો ક્યાં સુધી અમલમાં રહેશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો