મિશન મિલિયન ટ્રી / અમદાવાદમાં 10 લાખ વૃક્ષ વવાશે, શહેરનું ગ્રીન કવર 3 વર્ષમાં 5 ટકા વધશે

Planting 10 lakh trees in Ahmedabad, the green cover of the city will increase by 5% in 3 years

  • મુખ્યમંત્રીના હસ્તે આજથી અભિયાનનો પ્રારંભ, અમદાવાદનું ગ્રીન કવર હાલ માત્ર 4.66 ટકા છે

divyabhaskar

Jun 05, 2019, 01:12 AM IST

અમદાવાદઃ બુધવારે પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મ્યુનિ. મિલિયન ટ્રી અભિયાનનો પ્રારંભ કરશે. મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થનારા આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ માટે નોંધણી સમય 5 જૂ્નથી 15 જૂન નક્કી કરાયો છે. જયારે વૃક્ષારોપણ 20 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી કરાશે.

2011 પછી પહેલીવાર આટલો મોટો ટાર્ગેટ નક્કી કરાયો છે. દર વર્ષે અંદાજે એક લાખ વૃક્ષો વાવવામાં આવે છે જેમાંથી 40 ટકા વૃક્ષો બચે છે. પરિણામે 0.03 ટકા જેટલું ગ્રીન કવર દર વર્ષે વધે છે. હાલમાં શહેરમાં 6.18 લાખ વૃક્ષો હોવાનો મ્યુનિ.નો દાવો છે અને ગ્રીન કવર 4.66 ટકા છે. દસ લાખ વૃક્ષો જે વાવવામાં આવશે તેના કારણે આગામી ત્રણ વર્ષમાં શહેરનું ગ્રીન કવર 5 ટકા જેટલું વધશે તેવો આશાવાદ પણ વ્યકત કરાયો છે.

47 પ્લોટમાં જાપાનીઝ ટેકનોલોજીથી વૃક્ષારોપણ થશે
જાપાનીઝ ટેકનોલોજી મીયાવાકીથી 47 પ્લોટમાં 2.41 લાખ વૃક્ષ રોપવામાં આવશે. વૃક્ષા રોપણ માટે પણ 108 પ્લોટ નક્કી કરાયા છે. જેમાં 81 હજાર વૃક્ષો વાવવામાં આવશે. પ્લોટની બાઉન્ડ્રી પર 71 હજાર વૃક્ષો વવાશે. રોડ સાઇડ અને સેન્ટ્રલ વર્જમા પણ 275 જગ્યાએ 30 હજારથી વધારે વૃક્ષોનું વાવેતર થશે.

ઘર ફરતે વૃક્ષો હોય તો AC 18ને બદલે 25 પર ચલાવી શકાય
-મિશન મિલિયન ટ્રી અભિયાનમાં કઈ રીતે જોડાઈ શકાય?
મ્યુનિ.એ તૈયાર કરેલી મિશન મિલિયન ટ્રીની લિન્ક ઓપન કરીને તેમાં માં વોલેન્ટીયર તરીકે જોડાવાનું રહેશે.

- મારે ઘરઆંગણે વાવવા મફતમાં રોપો જોઈતો હોય તો?
રજિસ્ટ્રેશન પછી તમારી પસંદગીનું સ્થળ જણાવવાનું રહેશે ત્યારબાદ જે-તે ઝોનના ઈન્ચાર્જ અધિકારી તમારી સાથે મિટિંગ કરીને રોપા પૂરા પાડશે.

- કયા કયા વૃક્ષ વાવવા જોઈએ અને કયા રોપા મળી શકે?
શહેરની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ લીમડો, ગુલમહોર, ગરમાળો સહિતના 40 વૃક્ષો વાવી શકાય. તમામના રોપા મળી શકે છે.

- મેં વૃક્ષ વાવ્યું હોય તો રોજ પાણી નાખવાનું ?
રોજ પાણી નાખવાની જરૂર નથી, શિયાળામાં સપ્તાહમાં એકવાર,ઉનાળામાં બે દિવસે એકવાર પાણી નાખવું.

- ઘર ફરતે વૃક્ષ હોય તો શું અસર થાય?, એસીના વપરાશમાં કોઈ ફેર પડે ખરો?
ઘરની ફરતે વૃક્ષ હોય તો ત્રણ ફાયદા છે. જેમાં જો એસી 18 પર ચલાવતા હોવ તો 25 પર ચલાવી શકાય. વૃક્ષ હોય તો હવામાં રહેલો કચરો પાંદડા પર ચોંટી જાય. ઉનાળામાં ઓછી ગરમી અનુભવાય.

X
Planting 10 lakh trees in Ahmedabad, the green cover of the city will increase by 5% in 3 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી