તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Planets Will Change In January 2020, Saturn Will Enter Sagittarius From Capricorn On 23rd

જાન્યુઆરી 2020માં 9 માંથી 5 ગ્રહ રાશિ બદલશે, શનિ 23 તારીખે ધનથી મકર રાશિમાં પ્રવેશ કરશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષના પહેલાં મહિનામાં ક્યારે કયો ગ્રહ રાશિ પરિવર્તન કરશે

ધર્મ દર્શન ડેસ્કઃ 2020નો પહેલો મહિનો જાન્યુઆરી શરૂ થઇ ગયો છે. આ મહિનામાં 9માંથી 5 ગ્રહ રાશિ બદલી રહ્યાં છે. મંગળ, ગુરૂ, રાહુ અને કેતુ સિવાય બધા ગ્રહનું રાશિ પરિવર્તન થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગ્રહોના પરિવર્તનની અસર બધી જ 12 રાશિ ઉપર થાય છે. હિંદુ પંચાંગ પ્રમાણે જાણો જાન્યુઆરી 2020માં ક્યારે કયા ગ્રહો રાશિ બદલી રહ્યા છે.

સૂર્ય- ગ્રહોનો રાજા સૂર્ય મહિનાની શરૂઆતમાં ધન રાશિમાં છે. 15 જાન્યુઆરીએ આ ગ્રહ ધનથી મકરમાં પ્રવેશ કરશે. જેના કારણે 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવશે.
ચંદ્ર- આ ગ્રહ મહિનાની શરૂઆતમાં કુંભ રાશિમાં છે. 1 જાન્યુઆરીએ રાતે ચંદ્ર મીનમાં પ્રવેશ કરશે. 4 જાન્યુઆરીએ સવારે મેષ રાશિમાં જશે. ત્યાર બાદ ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલશે.
મંગળ- આ મહિને મંગળ રાશિ બદલશે નહીં. આ ગ્રહ આખું મહિનો વૃશ્ચિકમાં રહેશે.
બુધ- હાલ આ ગ્રહ ધન રાશિમાં છે. 13 જાન્યુઆરીએ બુધ મકર રાશિમાં જશે. 30 તારીખે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
ગુરૂ- ગુરૂ ગ્રહ આ મહિને ધન રાશિમાં રહેશે. 
શુક્ર- જાન્યુઆરીની શરૂઆતમાં શુક્ર મકર રાશિમાં છે. 8 જાન્યુઆરીએ આ ગ્રહ કુંભ રાશિમાં જશે.
શનિ- આ મહિને શનિ રાશિ બદલશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ પરિવર્તન ખાસ રહેશે. શનિ લગભગ અઢી વર્ષમાં એકવાર રાશિ બદલે છે. જાન્યુઆરીની શરૂઆતમાં શનિ ધન રાશિમાં છે. 23 જાન્યુઆરીએ શનિ રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
રાહુ-કેતુ- જાન્યુઆરીમાં આ બંને ગ્રહ રાશિ બદલશે નહીં. રાહુ મિથુન રાશિમાં રહેશે અને કેતુ ધન રાશિમાં રહેશે.

ગ્રહોની અશુભ અસરને ઓછી કરવા માટે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએઃ-

  • ચંદ્ર માટે શિવજીની પૂજા કરવી જોઇએ. સૂર્ય માટે રોજ સવારે જલ્દી જાગવું અને સ્નાન બાદ અર્ધ્ય અર્પણ કરવું.
  • મંગળ માટે શિવલિંગ ઉપર લાલ ગુલાલ અને મસૂર ચઢાવો. બુધની અશુભ અસરથી બચવા ગણેશજીની પૂજા કરો.
  • ગુરૂ ગ્રહ માટે શિવલિંગ ઉપર ચણાની દાળ અને ચણાના લોટના લાડવા અર્પણ કરો. શુક્ર માટે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરો.
  • શનિ, રાહુ-કેતુ માટે હનુમાનજીની પૂજા કરવી જોઇએ. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો