તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:80 ફુટ રોડ પર ગાબડાં પર પીપળુ મુક્યું, સિધ્ધિ વિનાયક મંદિરની સામે પાઈપ લાઈનનું ખોદકામ કરી જૈસે થૈ હાલતમાં છોડી દેવાયું

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ 80 ફૂટ રોડ આવેલ સિધ્ધિ વિનાયક મંદિર સામે પાણીની પાઈપ લાઈનનું ખોદકામ કરી જૈશે થૈ હાલતમાં છોડી દેવામાં આવેલ છે.ત્યારે આણંદ પાલિકાના સત્તાધીશો દ્વારા મરામરતની કામગીરી હાથ ધરવાને બદલે ઉભુ પીપળુ મુકીને સબ સલામત હોવાનો સંતોષ માની લેવાયો છે.આખરે અહીથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓને હાલાકીઓનો ભોગ બનવું પડે છે.

પ઼ાપ્ત માહિતી મુજબ આણંલ 80 ફૂટ રોડ પર વિકાસના નામે ડામર રોડ તોડી નાંખી કરોડો રૂપિયાના ખર્ચે નવીન આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારે ગટર લાઈન સહિત પાણીની પાઈપ લાઈન લીકેજ થતાં ખોદકામ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.પરંતુ આણંદ પાલિકના ડ઼ેનેજ વિભાગ દ્વારા સિધ્ધિ વિનાયક મંદિરની સામે પાણીની પાઈપ લાઈન ખોદકામ સહિત ગટરના ઢાંકણો ખોદકામ કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ ધણા સમય સુધી જૈશે થે હાલતમાં છોડી દેવામાં આવે છે.જેના પગલે આજુ બાજુની સોસાયટી વિસ્તાર શ્રીજી એપાટઁમેન્ટ,માનસી ટવીન્સ બંગલોઝ સહિત રાહદારીઓ,વાહનચાલકોને સાચવીને અવર જવર કરવાનો વારો આવતો હોય છે. હાલમાં આણંદ પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા મરામતની કામગીરી હાથ ધરવાને બદલે ઉભુ પીપળુ મુકીને સબ સલામત હોવાનું માની કામગીરી જૈશે થે હાલતમાં જ છોડી દેવાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો